બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: NEFT ટ્રાન્ઝિક્શન પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 19, 2017 પર 07:11  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણાં જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણાં નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઇ જાય છે. મની મેનેજરમાં આજે NEFT વિશે, તેમા આવેલા બદલાવ વિશે અને દર્શકોના સવાલ.

નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં જમા કરવા માટે ઘણા ઓપ્શન હોય છે. અને જ્યારે આજકાલ દરેક વસ્તુ ઓનલાઈન થઈ રહી છે તો લોકો લાઈનમાં ઉભવાનું પસંદ નથી કરતા ત્યારે NEFT પણ તેમાનો જ એક ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાનું માધ્યમ છે. શું છે આ NEFT અને તે કેવી રીતે તમને મદદરૂપ થઈ શકે તે વિશે આજે ચર્ચા કરવા જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

NEFT એટલે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (National Electronic Funds Transfer). NEFT થકી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થાય છે. કેશલેસ ટ્રાન્ઝિક્શનમાં NEFT મદદરૂપ છે. સામાન્ય રીતે નાણાં જમા કરવા એકાઉન્ટમાં જમા કે ચેક લખાય છે. જૂની પદ્ધતીમાં નાણાં જે-તે વ્યક્તિને પહોંચતા સમય લાગે છે. NEFTમાં ચાર્જીસ મર્યાદિત હોય છે.

આરબીઆઈ દ્વારા નક્કી કરાયેલા ચાર્જ દરેકને લાગુ પડે છે. અમુક બૅન્ક ચાર્જ નથી પણ લગાડતી. નાણાં ટ્રાન્સફર કરવા માટે અમુક માહિતી જરૂરી હોય છે. નેફ્ટ માટે જરૂરી માહિતીમાં એકાઉન્ટ નંબર, એકાઉન્ટધારકનું નામ, આઈએફએસસી કોડ અને એકાઉન્ટ પ્રકાર છે. ઓનલાઈન બૅન્કિંગનું ફોર્મ તમારી બૅન્ક પર જઈ મેળવી શકો છો.

ઓનલાઈન ટ્રાન્સફરમાં એકાઉન્ટ ધારકની ડિટેઈલ વારંવાર ઉમેરવી નથી પડતી. ઓનલાઈન બૅન્કિંગ માટે તમને તમારી બૅન્ક સ્પેશલ કોડ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વાર રજીસ્ટર કરાવો ત્યારે એક લિમિટ લગાવાય છે. નેફ્ટ થકી નાની રકમ થી લઈ 10 લાખ સુધી નાણાં ટ્રાન્સફર થાય છે.

મોટી રકમ માટે RTGSનો ઓપ્શન સારો છે. NEFT ટ્રાન્સફરમાં બૅન્ક અમુક સમય લઈ નાણાં ટ્રાન્સફર કરે છે. હાલ કલાકના અંતરમાં નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. આગળ જતા કલાકનો સમય 30 મિનિટના અંતર સુધી થઈ જશે.

સવાલ: તેમણે લખ્યુ છે કે મારે ચાઇલ્ડ પ્લાન લેવો છે. મને પ્લાન સૂચવશો. કોઇ સરકારની સ્કીમ રોકાણ થઇ શકતુ હોય તો પણ જણાવશો.

જવાબ: આનંદભાઈને સલાહ છે કે મ્યુચ્યુઅલ ફંડનો ચાઈલ્ડ પ્લાન લઈ શકાય. સમયગાળો વધારે હોય તો આ મ્યુચ્યુઅલ ફંડ ચાઈલ્ડપ્લાન ઉપયોગી રહે. મ્યુચ્યુઅલ ફંડ ચાઈલ્ડપ્લાન થકી ઈન્ટરેસ્ટ પણ સારો મળી શકે છે.