બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વેકેશન પ્લાનિંગ ટિપ્સ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું વેકેશન પ્લાનિંગ ટિપ્સ, વેકેશન માટેનું નાણાંકિય આયોજન, દર્શકોનાં સવાલ.


હાલમાં બાળકોનું સમર વેકેશન ચાલી રહ્યુ છે વેકેશન એટલે ટ્રાવેલ કરવાની અને જુદી જુદી જગ્યાઓ પર હરવા ફરવાની મજા. પણ ઘણી વખત થોડા વખતની મજા લાંબા ગાળા સુધી આર્થિક સંકળાશમાં મુકી દે છે. આમ ન થાય તે માટે આજે આપણે મેળવીશુ વેકેશન ટિપ્સ. અને આગળ જાણકારી લઇએ ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.


લાસ્ટ મિનિટ ટ્રાવેલ-


તમારા હોલી ડે ફંડનો ઉપયોગ કરી શકો છો. નફામાં હોય એ રોકાણને વેચી શકો છો. તમારા સેવિંગ કે એફડીની રકમનો ઉપયોગ કરી શકો છો. લોન લઇ ટ્રાવેલ કરવાનું ટાળવુ હિતાવહ છે. કેડિટકાર્ડ પર લોન ન જ લેવી જોઇએ.


ટ્રાવેલ માટેની લોનના વિકલ્પો-


ઇન્ટરેસ્ટ ફ્રી ઈએમઆઈ
પ્રી અપ્રુવ્ડ લોન
એલએએસ
પર્સનલ લોન


ટ્રાવેલિંગ પ્લાનનાં નિયમો-


તમારૂ ટ્રાવેલ લગભગ 1 વર્ષ પહેલા પ્લાન કરો છો. ટ્રાવેલ માટે અલગ ફંડ ભેગુ કરો છો. તમે વાહન માટે રોકાણ કરી શકો છો.


કઇ રીતે કરશો આવતા વર્ષનો પ્લાન-


એસ્ટીમેટ રૂપિયા 5 લાખ રાખો. ટાઇમ: 14 થી 21 દિવસમાં દેશમાં વેકેશન કરશો. 7 થી 14 દિવસનું ઇન્ટરનેશલ હોલી ડે પ્લાન કરશો. આ માટે માસિક રૂપિયા 42,000ની આરડી કરી શકો છો. તમે 1 વર્ષ માટે લિક્વિડ ફંડમાં એસઆઈપી કરી શકો છો.


5 વર્ષ પછીનું પ્લાનિંગ-


એસ્ટીમેટ રૂપિયા 7 લાખ રાખો છો. 5 વર્ષ પછી રૂપિયા 10 લાખ જોઇએ. રૂપિયા 20,000ની માસિક એસઆઈપી 5 વર્ષ માટે ઇક્વિટી ઓરિએન્ટેડ હાઇબ્રિડ ફંડમાં કરવી છે. તમારી દરેક શોપિંગ પર વાવચર અને પોઇન્ટસ ભેગા કરો છો. એક્સપેસ મેનેજમેન્ટ છે. દરેક પેમેન્ટ કાર્ડથી કરી પોઇન્ટસ ભેગા કરો છો. ટ્રાવેલ વાવચર માટે પોઇન્ટ રિડીમ કરો છો. અકોમોડેશન બુક કરતી વખતે પોઇન્ટ રિડીમ કરો છો. ટિકિટ બુકિંગ એડવાન્સમાં કરો છો. સારી ફ્લાઇટનું બુકિંગ ઓછા ફેરમાં કરો છો. મોટા ખર્ચની ચુકવણી ઝીરો કોસ્ટ ઈએમઆઈથી કરી શકો છો.


સ્પેશલ હોલી ડે ફંડ બનાવવું જોઇએ. આ માટે 100 ટકા રોકાણ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં કરો છો. તમે રૂપિયા 27 લાખનું ફંડ ભેગુ કરો અથવા રૂપિયા 27 લાખનું રોકાણ કરો છો. તમે આવતા 25 વર્ષ સુધી વાર્ષિક રૂપિયા 3 લાખનું વેકેશન કરી શકશો. તમે વાર્ષિક રૂપિયા 1.8 નું વેકેશન કરો છો. બાકીની રકમ 5 ટકા પ્રમાણે વધતી રહેશે. 25 વર્ષનાં અંતે તમે રૂપિયા 1 કરોડનું ભંડોળ મેળવી શકશો.


સવાલ-


તેમણે લખ્યુ છે કે એમએફનાં 3-4 એવા ફંડ સુચવશો જે ઓછા રિસ્ક પર હાઇ રિટર્ન આપી શકે?


જવાબ-


એમએફમાં રોકાણ પહેલા સમયગાળો અને જોખમ ક્ષમતા જાણી લેવા જોઇએ. એમએફનું રોકાણ તમારી માસિક બચત પર આધારિત છે. તમારી બચત વધતા એસઆઈપીની રકમ વધારવી જોઇએ. રૂપિયા 5000ની એસઆઈપીથી 25 વર્ષે લગભગ રૂપિયા 1.25 કરોડ ભેગા થઇ શકે છે. તમારે ફંડનાં 1, 3 અને 5 વર્ષનાં પરફોર્મન્સ જોઇ લેવા જોઇએ.


સવાલ-


તેઓ ટિચર છે તેમની કપાત પછીની આવક રૂપિયા 30,000 છે. તેમના રોકાણ તેમણે આ મુજબ જણાવ્યા છે, PLI (પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ) - રૂપિયા 2034, PPF રૂપિયા 3000, LIC રૂપિયા 5000 + 7800, SBI life insurance રૂપિયા 11000, RD રૂપિયા 1000, FD રૂપિયા 4 લાખ, અને ફંડમાં રૂપિયા 500 અને તેમના આ પાર્ટફોલિયો પર તેમણે માર્ગદર્શન માંગ્યુ છે.


જવાબ-


તમારે કન્ઝરવેટીવ રોકાણ અટકાવવાની જરૂર છે. તમારે કન્ઝરવેટીવ રોકાણ અટકાવવાની જરૂર છે. તમે મલ્ટી કેપ ફંડમાં એસઆઈપી કરી શકો છો. રૂપિયા 5000નું રોકાણ 25 વર્ષમાં રૂપિયા 1.25 કરોડનું ભંડોળ બની શકે છે. તમારા હાલનાં રોકાણથી જે માત્ર રૂપિયા 40 લાખ ભેગા થશે. ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ 14 થી 15 ટકા રિટર્ન આપી શકે છે. તમે તમારા નાણાં લિક્વિડફંડમાં પાર્ક કરી શકો છો. તમારી ઉંમર મુજબ એફડીનું રોકાણ સલાહભર્યું નથી.