બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઇન્ક્રીમેન્ટ સાથે કરો સંપત્તી સર્જન

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું નોકરીયાત વર્ગની સમસ્યાઓ, ઇન્ક્રીમેન્ટ છતા કેમ નથી થતુ સંપત્તી સર્જન, દર્શકોનાં સવાલ.


હાલનો સમય નોકરીયાત વર્ગ માટે ઘણો જ મહત્વનો સમય છે કારણ કે આ વર્ષનો એ સમયગાળો છે, જ્યારે ઇન્ક્રીમેન્ટ થતા હોય છે, ઇન્ક્રીમેન્ટ કે પગારવધારો લગભગ દર વર્ષે થાય છે પણ શું જેટલો પગાર વધે છે એટલુ આપણે સપંત્તી સર્જન કરી શકીએ છીએ? આપણા માંથી મોટા ભાગનાં લોકોનો જવાબ હશે ના. તો આવુ કેમ થાય છે? ક્યા થાય છે આપણી ભુલ આ અંગે આપણે ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી.


ખર્ચ અચાનક ન કરવા જોઇએ. ટેક્સ ઇમ્લીકેશનને સમજવા જરૂરી છે. બિઝનેસ માટેનો ટેક્સ સરખામણીમાં ઓછો આવતો હોય છે. વધેલા પગારનાં બે ભાગ કરી એક ભાગનું રોકાણ કરો છો. ફુગાવાનો દર વધતા ખર્ચ પણ વધતા જતા હોય છે. ઇન્કીમેન્ટનાં 10 ટકા જેટલી બચત વધારો. ઇન્કીમેન્ટ સાથે લાઇફસ્ટાઇલ ચેન્જ ન કરવી જોઇએ.


ખર્ચ ન વધારી વધેલી રકમની એસઆઈપી કરવી જોઇએ. નિચમિત આસઆઈપીથી કંપની સંપત્તી સર્જન થઇ શકશે. તમે ઇન્કીમેન્ટની સ્કમથી લોનનાં હફતા પણ વધારી શકો છો. પગાર વધતા વગર વિચાર્યા ખર્ચ ટાળવા જોઇએ. બચત કરી વસ્તુ ખરીદી શકાય છે. કેપિટલ એક્સપેન્સ વધી જાય તેવા નિર્ણય ન લેવો. પગાર સાથે રોકાણ વધારતા જવુ જઇએ.


બચત માટે તમે પોતાને ચેલેન્જ કરી શકો છો. રોકાણ તમારા ધ્યેયને આધારિત હોવું જોઇએ. તમારી જરૂરિયાત પ્રમાણે ધ્યેય બનાવો છો. તમારા ધ્યેયને અનુરૂપ પહેલા બચત કરો. ખર્ચ વગર વિચારે નાં કોર. એસઆઈપીએ રોકાણની એક આદત છે. એસઆઈપીથી ખર્ચમાં વધુ કાપ નથી મુક્વા પડતા. આવક મળતા પ્રથમ બચત કરો પછી ખર્ચ કરવો જાઇએ.


દર વર્ષ 10 ટકા જેટલુ રોકાણ વધારતા જવુ જોઇએ. ઇક્વિટી 12 થી 15 ટકાનું વળતર 8,10 વર્ષમાં મળવું જોઇએ. ડેટમાં 8 ટકાની આસપાસ વળતર મળી શકે છે. ઇક્વિટી-ડેટનાં કોમ્બીનેશનમાં 10-11 ટકા વળતર મળી શકે છો. મોજશોખ માટેનાં રોકાણ ઇક્વિટી-ડેટમાં કરી શકાય છે.


સવાલ-


ભારતમાં એસઆઈપી દ્વારા રોકાણ કરવું છે, તેઓ માસિક રૂપિયા 10,000ની એસઆઈપી શરૂ કરવા ઇચ્છે છે, અને આ અંગેની પ્રોસીજર અંગે આપણી પાસે માર્ગદર્શન માગ્યુ છે?


જવાબ-


તમે રોકાણ ગ્લોબલી કરી શકો છો. તમે ઓફશ્યોર ફંડ દ્વારા પણ રોકાણ કરી શકો છો. જો ભારતમાં રોકાણ કરવું હોય તો અહી બેન્ક ખાતુ ખોલવું પડે છે. એસઆઈપી શરૂ કરવા કેવાયસી અને ડિક્લેરેશન કરવું પડે છે. તમારે એનઆરઈ અકાઉન્ટ ખોલવવું જોઇએ. એનઆરઈ ખાતાનાં નાણાં તમે કેનેડા પણ લઇ જઇ શકો છો. કરન્સી રિસ્ક સમજીને રોકાણનો નિર્ણય લો.