બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આર્થિક રીતે સમૃધ્ધ લોકોની વિચારસરણી

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું આર્થિક રીતે સમૃધ્ધ લોકોની વિચારસરણી, કેવા વિચારો અપાવી શકે સમૃધ્ધી, દર્શકોનાં સવાલ.


નાણા નાણાને ખેચે છે, જેની પાસે પૈસો છે તે જ વધુને વધુ પૈસાદાર થતા જાય છે, આવી ઘણી લોકવાયકાઓ આપણે સાંભળી છે પરંતુ ધ્યાનથી જોવા જઇએતો વ્યક્તિની વિચાર સરણી કેવી છે તેના પર વ્યક્તિ કેટલી નાણાંકીય સધ્ધર થઇ શકે તેનો આધાર રહેતો હોય છે.


તો આ સંદર્ભે આજે આપણે કોશિષ કરીશુ આર્થિક રીતે સમૃધ્ધ લોકોની વિચારસરણી સમજવાની. કે એવા ક્યા વિચારો છે જે તેમને આર્થિક રીતે સમૃધ્ધ રહેવામાં મદદ કરે છે અને આ અંગેની જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


આપણા વિચાર જેવુ જ આપણે પામીએ છીએ. સકારાત્મક વિચારોનો સમૃધ્ધી સાથે સીધા સંબંધ છે. નાણાંની અછત ક્યારેય નથી. મારી પાસે પૈસા છે એમ માનીને ચાલવું. જે કરવું છે તેને માટે પૈસાની વ્યવસ્થા થઇ જશે. જે કરવું છે તે કરવા માટે નાણાની વ્યવસ્થા થઇ જતી હોય છે.


તમારી આશા ઉંચી રાખો-


સપના ઉચા હશે તો ઉપર જઇ શકાશે. અસફળતાનાં ડરથી ઉચુ વિચારવાનું ન છોડો. અસફળતા મળે તો પણ એમાથી ઘણુ શીખવા મળશે. ઉંચી આશા રાખી તેને સાર્થક કરવાનાં માર્ગ શોધવો છે.


પૈસા મારા મિત્ર-


મિત્ર તમારી સાથે જીંદગીભરનો સાથી છે. નાણાંને તમારા જીવનનો સાથી માનો છે. પૈસા સાથે તમારા મિત્ર જેવો સંબંધ માનો છે. પૈસા મિત્ર છે, તે તમારી સાથે રહેશે એમ માનીને ચાલો છો. જરૂર અને લાલચ ભેગી થાય ત્યારે સમસ્યા છે. પૈસા તમારી સમસ્યાનાં નિવારણ બની રહે તે જરૂરી છે. પૈસા ખરાબ હોતા નથી તેના પ્રત્યેનું વલણ તેને સારો કે ખરાબ બનાવી શકે છે.


હિંમતવાન, નીડર બનો, ડરપોક નહી. તમારા ક્મફર્ટ ઝોનથી બહાર આવી કંઇ કરો છો. તમારી ઇચ્છા પુરી કરવાની હિંમત રાખો છે. આવક ન જળવાય તેવો ડર રહેતા હોઇ શકે છે. બિઝનેસમાં નાણાં લગાડવાનો ડર રહેતો હોઇ શકે છે. કંઇક નવુ કરવા માટે જોખમ લેવુ પડશે. નાણાં જીંદગીનો એક ભાગ માનો છો.


તમારા નાણાંને યોગ્ય રીતે રોકો છો. યોગ્ય રોકાણથી સારા વળતર મળશે. સારૂ વળતર એટલે તમારા નાણાંએ તમારા માટે કામ કર્યું છે. રોકાણનાં નિયમ પાળવાથી તમારા પૈસા કામ કરે છે. ઉંચી અપેક્ષા રાખવાથી પરિણામ પર સારા મેળવી શકાય છે. અપેક્ષા જ ઓછી હોય તો મોટી સફળતા શક્ય જ નથી.