બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઈએલએસએસ અંગે જાણકારી

ના રોજ પ્રકાશિત Tue, 03, 2016 પર 12:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. મની મેનેજરમાં આજે ઈએલએસએસ અંગે જાણકારી. ઈએલએસએસ થી ટેક્સ સેવિંગ. ઈએલએસએસ Vs પીપીએફ.

દર્શક મિત્રો, મની મૅનેજરમાં અમે હંમેશા કહેતા હોઇએ છીએ કે રોકાણ ધ્યેયને આધારે કરવુ જોઇએ. અને રોકાણનું માધ્યમ પણ આપણા ધ્યેય મુજબ કરવુ જોઇએ. જ્યારે અમુક રોકાણના માધ્યમ એવા હોય છે જે એક કરતા વધુ લાભ આપતા હોય છે. જેમકે ઈએલએસએસ એટલે કે ઇ્કવિટી લિંકન્ડ સેવિંગ સ્કીમ જે આપણને વળતર તો આપશે જ સાથે સાથે ટેક્સ સેવિંગ પણ કરાવશે. તો આજે આપણે ઈએલએસએસ અંગેની વિસ્તૃત માહિતી મેળવીશુ અને આ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે, ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે સમયને અનુસાર રોકાણનાં અલગ પ્રોડ્કટ પસંદ કરવા જોઇએ. પીપીએફ એ સરકારની ડૅટ સ્કીમ છે. ઈએલએસએસએ ઇક્વિટીમાં રોકાણ કરે છે. પીપીએફમાં રોકાણ કરતા લોકો ઈએલએસએસમાં રોકાણ કરી શકે છે. પીપીએફ 15 વર્ષની સ્કીમ છે. ઈએલએસએસ સ્કીમ 3 વર્ષની સ્કીમ છે. દરેક વર્ષનું રોકાણ આવતા 3 વર્ષ માટે લોક ઇન રહેશે. ઈએલએસએસ ખૂબ જ સારૂ વળતર આપે છે. પીપીએફમાં રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકાય છે.


ઈએલએસએસમાં રોકાણની કોઇ સીમા નથી. ઈએલએસએસનું વળતર 16 થી 20% આવી શકે છે. ટેક્સ સેવિંગ માટે ઈએલએસએસ સ્કીમમાં રોકાણ કરવુ હિતાવહ છે. ઈએલએસએસનાં ડિવિડન્ડ પર ડીડીટી લાગતો નથી. પીપીએફના નિયમોને આધીન લોન લઇ શકાય છે. ઈએલએસએસમાં પહેલા 3 વર્ષ પછી લોન લઇ શકાય છે. ઈએલએસએસમાં પહેલા 3 વર્ષ સુધી રકમ વિડ્રો કરી શકાતા નથી.


પીપીએફ અને ઈએલએસએસ બન્ને 80 (c) મુજબ કરરાહત આપે છે. ઈએલએસએસ સ્કીમમાં એનઆરઆઈ રોકાણ કરી શકે છે, પીપીએફમાં નહિ કરી શકે. ઈએલએસએસ અત્યાર સુધી સારૂ વળતર આપ્યુ છે. પીપીએફમાં ફુગાવાનાં દરનુ જોખમ રહેલુ છે. પીપીએફમાં મળતુ વળતર ઘટવાની શક્યતા વધુ છે. ઈએલએસએસ સ્કીમ ઇક્વિટી ફંડમાં રોકાણ કરે છે.


પીપીએફમાં રોકાયેલા નાણાં સરકારી સ્કીમમાં રોકાય છે. ઈએલએસએસનો વ્યાજ દર ધીમે ધીમે ઘટવાની સંભાવના રહેલી છે. રૂપિયા 1.5 લાખ ઈએલએસએસમાં 15 વર્ષ સુધી રોકવામાં આવે તો રૂપિયા 70 થી 80 લાખ બની શકે.