બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તિનાં આયોજનમાં થતી ભૂલો

ના રોજ પ્રકાશિત Wed, 27, 2017 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે આપનું માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે કઇ રીતે બની શકાય નિવૃત્તિ સમયે સમૃદ્ધ, નિવૃત્તિનાં આયોજનમાં થતી ભૂલો અને દર્શકોનાં સવાલ.

પાછલા એપિસોડમાં આપણે વાત કરી કે ભારતમાં કેમ મોટાભાગના લોકો નિવૃત્તિ સમયે ગરીબ હોય છે અને જોઇતુ ભંડોળ ઉભુ નથી કરી શકતા અને હવે આજે આપણે વાત કરીશુ કે કેવી રોકાણની સ્ટેરજી અપનાવવાથી આપણે સમૃદ્ધિ સાથે નિવૃત્ત થઇ શકીએ.

કાર્તિક ઝવેરીનાં મતે રોકાણની જુની રીત મુજબ લોકો વધુ રોકાણ રિયલ એસ્ટેટમાં હોય છે. ઘણી વખત 80% રોકાણ માત્ર રિયલ એસ્ટેટમાં હોય છે. રિયલ એસ્ટેટનાં રોકાણથી જોઇતુ વળતર નથી મળી શકતુ. હાલ એક જ પ્લાનમાં ઘણી મોટી રકમનું રોકાણ થતુ જોવા મળ્યુ છે.


પેન્શન પ્લાનમાં મોટા રોકાણ થયા છે. પેન્શન પ્લાનનાં રોકાણથી નિયમિત આવક મેળવી શકાય છે. માસિક કે વાર્ષિક રીતે વ્યાજની આવક મેળવી શકાય છે. પેન્સન પ્લાનનુમ કેપિટલ વારસદારને મળતી હોય છે.

પેન્સન પ્લાનમાં રોકાણની કોઇ અપર લિમિટ નથી. પેન્શન પ્લાનથી થતી 6.5% આવક પર ટેક્સ લાગુ થશે. પેન્સન પ્લાનમાં રોકાયેલા નાણાંની લિકવિડિટી નથી મળી શકતી. સિનિયર સિટિઝને મોટુ રોકાણ પેન્સન પ્લાનમાં કરવું હિતાવહ નથી. તમારી મૂડી જીવન ભર માટે લોક થતા હોવાથી રોકાણ પહેલા વિચારવું.

લિકવિડિટી ન મળતી હોય તેવા રોકાણ ન કરવા જોઇએ. આપણા રોકાણ આપણી પાસે ઉપલબ્ધ મૂડી પ્રમાણે કરવા જરૂરી. સેફ રોકાણ માટે સરકારી બોન્ડમાં રોકાણ કરી શકાય. બોન્ડ બ્રોકર દ્વારા બોન્ડમાં રોકાણ કરી 6.5% સુધી વળતર મેળવી શકાય. બોન્ડનાં વ્યાજદર બદલાતા રહે છે. બોન્ડમાં રોકાયેલા નાણાં જરૂરનાં સમયે સરળતાથી મેળવી શકાય છે. એમઆઈપીનાં રોકાણ દ્વારા સારૂ વળતર મેળવી શકાય. રોકાણનાં વિકલ્પો એમઆઈપીએસ, ઇક્વિટી આર્બિટરિજ ફંડ અને રિટાયરમેન્ટ બેનિફિટ પ્લાન.

સવાલ: મારું 5 થી 6 ફંડમાં રોકાણ છે. જેમાં 5 વર્ષથી મારે ચાલે છે એમા તેનુ નામ છે એચડીએફસી મિડકેપ ઑપર્ચ્યુનિટી ફંડ, જેમાં રૂપિયા 3500 છે. ફ્રેન્કલિંક ઈન્ડિયા બ્લુ ચિપ ફંડ જેમાં 1000 છે. બીજુ જેમાં 3 વર્ષથી રોકાણ કરૂ છુ એક્સિસ લોન્ગટર્મ ઈક્વિટી ફંડ તેમાં રૂપિયા 2000 છે. બિરલા લાઈફમાં રૂપિયા 2000 છે. અને રિલાયન્સ ફંડકેપમાં પણ રૂપિયા 2000 છે, આ દરમહિને એલએન્ડટી ઈન્ડિયા ફંડ રૂપિયા 3500 છે. મને આ બધા રોકાણ બરાબર છે કે નહી તે જણાવશો.

જવાબ: યુવા વયે રોકાણ શરૂ કર્યું હોવાથી નાણાંકિય ધ્યેય સિદ્ધ થઇ શકે. રોકાણ કરેલા બધા ફંડ સારા છે, રોકાણ સતત રાખી શકાય. એસઆઈપીમાં થતા રોકાણ લાંબાગાળા માટે કરવા જરૂરી છે. રોકાણ ડાવર્સિફાય હોવા ખૂબ જરૂરી છે. જુદા જુદા ક્ષેત્રમાં રોકાણ રાખવા જરૂરી છે.