બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય જીવનમાં જરૂરી આદતો

ના રોજ પ્રકાશિત Thu, 24, 2019 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે આજના મની મેનેજરમાં જાણીશું નાણાંકિય જીવનમાં જરૂરી આદતો, આવી આદતો શા માટે જરૂરી?, દર્શકોનાં સવાલ.


આપણા નાણાંકિય આયોજનમાં આપણી વિચાર ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા જેટલી મહત્વની છે એટલી જ આપણી આદતો પણ મહત્વની છે. નાણાંકિય જીવનને સફળ બનાવી દરેક ધ્યેયને મેળવવા માટે આપણે કઇ આદતોને અપનાવવી જોઇએ તેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


નવા વર્ષમાં નવા રેઝોલ્યુશન કરતા નવી આદતો બનાવવી જોઇએ. સારી નામાકિય આદતોથી જીવનમાં ઘણા લાભ થઇ શકે છે. તમારા ફાયનાન્શિયલ પ્લાનનો રિવ્યુ કરો છો. ફાયનાન્શિયલ પ્લાનનો સમય સમય પર રિવ્યૂ કરવું ખૂબ જરૂરી છે. ફાયનાન્શિયલ ડેટ નાણાંકિય આયોજન માટે અતિ આવશ્યક છે. તમારા નાણાંકિય ધ્યેયને તમારા રોકાણ સાથે લિન્ક કરો છો.


રોકાણ હંમેશા તમારા નાણાંકિયા મુજબ જ કરવા જોઇએ. ભવિષ્યનાં રોકામ કરતા પહેલા તમારા નાણાંકિય ધ્યેય જોઇ લેવા જોઇએ. ક્યા રોકાણ ક્યા ધ્યેય માટે કરો છો તે નક્કી કરી લો. ફાયનાન્શિયલ પ્લાનિંગ ફેમલિએ સાથે મળીને કરવું જોઇએ. તમારા આયોજનની ચર્ચા પરિવાર/ફાયનાન્શિયલ પ્લાનર સિવાય અન્ય સાથે ના કરો.


તમારા નાણાંકિય આયોજનની વાતો બીજાને ન કરવી જોઇએ. તમારા એક સ્વજનને તમારા બદલે ટ્રાન્ઝેકશન કરવાની ઓથોરીટી આપી રાખો છો. ઇન્શ્યોરન્સને જીવનની અડચણોનાં સમય માટેનો પોર્ટફોલિયો સમજો છો. તમારા દરેક નાણાંકિય નિર્ણય કોમ્પરેહેન્શિવ દષ્ટિકોણ સાથે લો છો. તમારૂ કેવાયસી, કોન્ટેક્ટ ડિટેલ અપડેટ રાખો છો.