બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Thu, 30, 2016 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. અને દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા આજે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલ: ત્યારબાદ દર્શન પટેલનો સવાલ આવ્યો છે, મારે 2 વર્ષનો દિકરો છે, મારે એના ભણતર માટે પ્લાન કરવાનું છે, મારા વડિલો અને મિત્રો ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાનમાં નાણાં રોકવાનું કહે છે, પણ મની મૅનેજર જોઈ લાગે છે કે મારે મારા દિકરા માટે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા જોઈએ, તો શું મારા દિકરાના નામે મ્યુચ્યુઅલ ફંડ લઈ શકાય? હું માસિક રુપિયા 2000 રોકવા માંગુ છું. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ: દર્શનભાઈને સલાહ છે કે તમે ઈન્શ્યોરન્સ રુપે તમારા નામે ટર્મ પ્લાન લેવો જોઈએ. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સમયાંતરે રકમ વધારવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે તમારા પાસે લાંબો સમય છે.

સવાલ: ત્યારબાદ નિર્મિત દવેનો ઈમેઈલ આવ્યો છે... તેમનો સવાલ છે, મારે એક હોમલોન ચાલુ છે, જેની EMI ` રુપિયા 14,000 છે, અને આ લોન 7 વર્ષ સુધી ચાલવાની છે, હું દર મહિને રુપિયા 8000 બચાવું છું, જેનું હું રોકાણ અલગ-અલગ 3 મ્યુચ્યુઅલ ફંડમાં કરી રહ્યો છું. મારે આ લોન જલ્દી પુરી કરવાની ઈચ્છા છે, તો મારે લોન જલ્દી ભરવી જોઈએ કે આ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ચાલુ રાખવું જોઈએ?

જવાબ: નિર્મિતભાઈને સલાહ છે કે તમે ઈએમઆઈ જો સરળતાથી ભરી શકતા હોવ તો ચાલુ રાખવું. 8 થી 10 વર્ષ એસઆઈપી કરો તો પણ ઘણો ફાયદો થઈ શકે.

સવાલ: ત્યારબાદ જીગર ત્રિવેદીનો ઈમેઈલ આવ્યો છે, તેઓ પુછે છે, મારી ઉંમર 27 વર્ષ છે, હું IT કંપનીમાં કામ કરુ છું, મારે `  50 લાખ થી રૂપિયા 1 કરોડ આસપાસનો લાઈફ ઈન્શ્યોરન્સ લેવો છે, પણ મને સમજ નથી ક્યો ઈન્શ્યોરન્સ લેવો જોઈએ? આ ઈન્શ્યોરન્સ અંગે જો આવનારા 30 વર્ષ બાદનો વિચાર કરીએ તો મને ખ્યાલ નથી કે ઓછા પ્રિમિયમ વાળી કંપનીઓ જેવીકે RELIGARE, HDFC ERGO, MAX BUPA વગેરે 30 વર્ષ બાદ કંપેટેટિવ માર્કેટમાં ક્યાં હશે? જો આવી કોઈ કંપનીનું ઈન્શ્યોરન્સ લઈએ અને તે બંધ થઈ જાય તો? જો મારા મૃત્યુ બાદ તે મારા પરિવારને આવીને કોઈ ડોકયુમેન્ટ નથી કે કંઈ અવનવા પ્રશ્નો કરી ઈન્શ્યોરન્સની રકમ ન આપે તો? હિડન કે ઓપેક ટર્મ્સ ડિપેન્ડેનટને ક્લેઈમ કરવાના સમયે કહે તો? અથવા તો જો હું રૂપિયા 1 કરોડનો ટર્મ ખરીદુ અને તેઓ ક્લેઈમ સેટલ તેટલો ન કરે તો? આવા વિવિધ પ્રશ્નો સામે શું કરવું ?

જવાબ: જીગરભાઈને સલાહ છે કે આપણા દેશમાં ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી IRDAI અંતર્ગત કામ કરતી હોય છે. તમારો ટર્મ પ્લાન લેવાનો વિચાર ખુબ સારો છે. ઇન્શ્યોરન્સ લેતી વખતે તમામ માહિતી સાચી ભરવી. ઈન્શ્યોરન્સ લેતા સમયે ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચોક્કસપણે ચકાસવો. ઈન્શ્યોરન્સ લેતા સમયે તમારે તમારા પરિવારને પણ સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.

સવાલ: મેડિક્લેમ, હેલ્થ ઈન્શ્યોરન્સ, મેડિકલ ઈન્શયોરન્સ અને ક્રિટિકલ ઈન્વેસ્ટ પ્લાન આ ચારેય પ્લનમાં એક જ ટર્મ છે કે પછી અલગ અલગ છે?

જવાબ: કૌશલભાઈને સલાહ છે કે તમારે ટર્મ પ્લાન લેવો આવશ્યક અને અનિવાર્ય છે. તમારી પોલિસી ના સમયગાળામાં તમારુ મૃત્યુ થાય તો પરિવારને રકમ મળે છે.