બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ફ્રોડ અને ઘટનાને કારણે ડર અને તક

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું માર્કેટને અસર કરતી ઘટનાઓ અને ફ્રોડ, તેમાથી ઉભી થતી તક, દર્શકોનાં સવાલ.


પાછલા એપિસોડમાં ફ્રોડને કારણે ઉભી થતી સમસ્યાઓ અને મુંઝવણો તેમજ તેમાથી સર્જાતા પેનિક અને તક અંગેની વાત કરી હતી અને આજે આપણે વાત કરીશું અમુક એવી ઘટનાઓની જેને કારણે પણ કંઇક આવીજ એટલે કે પેનિકની પરિસ્થિતી સર્જાઇ હતી પરંતુ તેમા પણ રોકાણકારને ક્યા મળી શકે તક તે અંગેની આપણે ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


નોટબંધીની અસર-


નવેમ્બર 8 2016નાં દિવસે સરકારે રૂપિયા 1000-500ની નોટબંધી કરી હતી. બ્લેકમનીને નાથવા માટે નોટબંધી કરાઇ હતી. નોટબંધી બાદ જીડીપી ગ્રોથ 8.01 ટકા થી 7.11 ટકા થઇ ગયો હતો. મેન્યુફેક્ચરિંગ અને કંશટ્રકશન ઇન્ડસ્ટ્રીને મોટી અસર થઇ હતી. નોટબંધીથી માર્કેટ 8550 થી 7900 સુધી તુટ્યુ હતું. માર્કેટને ફરી પાછા 8550નાં લેવલ માટે 3 મહિનાનો સમય લાગ્યો હતો. 1 ફેબ્રુઆરી 2018નાં દિવસે એલટીસીજી લાગુ કરાયો છે. ઇક્વિટીથી થતા રૂપિયા 1 લાખથી વધુનાં લાભ પર 10 ટકા એલટીસીજી ટેક્સ લગાડાયો છે. 31 જાન્યુઆરી સુધી ગ્રાન્ડફાધરિંગનો લાભ અપાયો છે. ઘણા રોકાણકારો આનો લાભ લેવા પ્રોફિટબુકિંગ કર્યું છે.


એલટીસીજીની અસર-


એલટીસીજી લાગુ થતા માર્કેટ 11000 થી 10000 સુધી પડ્યું છે. 2 મહિનામાં માર્કેટમાં 10 ટકા ફોલ આવ્યો છે. ઓગષ્ટ 2018 સુધી ફરી માર્કેટ 15-20 ટકા જેટલુ વધ્યું છે.


જીએસટીની અસર-


1 જુલાઇ 2017થી જીએસટી લાગુ થયો હતો. જીએસટી માટે સિસ્ટમ કેપેબલ ન હોવાથી કલે્શન પુરતા ન થયા. જીડીપીનાં ટાર્ગેટ ઘટ્યા પણ માર્કેટ રાઇઝિંગ રહ્યા હતા. યશ બેન્કનાં સીઈઓને પદ છોડવા માટે જણાવાયું હતું. જેના કારણે સ્ટોક 60 ટકા ઘટ્યો છે. ઇન્ફીબીમનાં સ્ટોક પ્રાઇસ 240 થી 40 થયા હતા. ઓઇલ રિલેટેડ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. એચપીસીએલ, બીપીસીએલ જેવા સ્ટોક 50 ટકા તુટ્યા હતા, ઓસીએલ 40 ટકા તુટ્યો હતો.


20 જાન્યુઆરી 2017એ ટ્રમ્પ યુએસ પ્રેસિડન્ટ બન્યા છે. ટ્રમ્પે ભારી ટેરિફ લાગુ કર્યાં છે. ટ્રમ્પ H1B visa પર રોક લગાવવા ઇચ્છે છે, જેની અસર ટીસીએસ અને ઇન્ફોસિસ પર થઇ શકે છે. ટ્રમ્પની નિતીથી મોદીનાં મેક ઇન ઇન્ડિયા પ્લાનને અસર થઇ શકે છે. ટ્રમ્પની નિમણુક પછી માર્કેટ પડવાની સંભાવના હતી પરંતુ રેલી શરૂ થઇ છે. નિફ્ટી 8500નાં લેવલથી 11000 પર પહોચ્યું છે. 20 જુન 2016એ આ ઘટના બની છે.


સલાવ-


હુ ફેબ્રુઆરીમાં પિતા બનીશ, મારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ નથી. હુ પોતે અને પત્ની અને આવનાર બાળક માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અંગે માહિતી આપશે.


જવાબ-


હેલ્થઇન્શ્યોરન્સમાં પ્રેગનન્સી ક્વર થઇ શક્શે નહી.


સવાલ-


2 વર્ષથી નથી વાપરતો. મારા ખાતામાં બેલેન્સ પણ નથી અને મારી પાસે એ ખાતાની પાસબુક, ડેબિટકાર્ડ કે કઇ પણ નથી. શું આ ખાતુ ઓટો ક્લોઝ થયુ હશે કે એના ઉપર લો બેલેન્સ માટે ચાર્જ લાગશે?


જવાબ-


તમારે ખાતુ બંધ કરી દેવુ જોઇએ.