બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજનના રંગ

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 12:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ધ્યેય સાથે નાણાંકિય આયોજન એટલે થયું યોગ્ય નાણાંકિય આયોજન. મની મેનેજરમાં આજે ઉત્સવો સાથે આયોજન, નાણાંકિય આયોજનના રંગ અને કેવી રીતે પસંદ કરશો તમારો પસંદગીનો રંગ.

હોળી અને ધુળેટીનો ઉત્સવ આપણા સામે આવે એટલે પહેલો વિચાર આપણને આવે રંગોનો. જેમ ભારતમાં તહેવારોના વિવિધ રંગ છે તેમ અમારા પાસે તમારા માટે રોકાણના પણ વિવિધ રંગો છે. હોળીના તહેવાર થકી આપણે હોલીકા દહન સાથે નકારાત્મકતા દૂર કરી ધુળેટી સાથે રંગોને આવકારીએ છીએ તેમ. આજે અમે તમને તમારા રોકાણમાં વિવિધ રંગો ઉમેરાવશું. અને આ રોકાણના રંગો સાથે આપણી સાથે જોડાયા છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર અને એડવાઈઝર્સના કલ્પેશ આશર.

દરેક રોકાણનો એક અલગ રંગ હોય છે. ઘણા લોકો સુરક્ષિત રંગની જેમ સિમિત રોકાણ કરતા હોય છે. ઘણા યુવાનો નુકસાનકારક રંગોથી રમતા હોય છે તેમ રોકાણમાં પણ જોખમ લે છે. મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોની આપણે પિચકારીથી સરખામણી કરી શકીએ. મ્યુચ્યુઅલ ફંડના રોકાણથી રોકાણના વિવિધ રંગ જોવા મળે છે.


રોકાણને ચોક્કસ સમય માટે રાખવા જોઈએ તો જ પરિણામ મળે. કોઈપણ રોકાણ પહેલા તેનો સમયગાળો નક્કી કરવો જોઈએ. ઈક્વિટી રોકાણમાં ઉતાર-ચઢાવ આવી શકે પણ વિશ્વાસ રાખી તેને આગળ વધારવું. યોગ્ય રોકાણ થકી સારુ વળતર મળે છે.


રોકાણ એવી રીતે કરવું જોઈએ જેને લક્ષ આધારે માણી શકાય. તમારા ધ્યેય આઘારે પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઈએ. જો તમારા ધ્યેય અનુરૂપ તમને રોકાણનું વળતર મળ્યું હોય તો નાણાં ઉપાડવા.