બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજનમાં મહિલાઓનું સ્થાન

ના રોજ પ્રકાશિત Thu, 09, 2017 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકિય આયોજન હોય કે ઘરનું આયોજન હોય. દરેક આયોજન જે ખુબજ સચોટ રીતે કરી શકે છે તે છે નારી. આજે આપણે વાત કરીશું એવી અમુક નારી સાથે જેઓ ઘર સાથે ઘણી વસ્તુઓ સંભાળે છે. આજના બદલાતા સમયમાં જેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અને સમાજને એક નવી રાહ દેખાડી છે. અને આપણી સાથે આજે જોડાયા છે.


આજે ઘણા પરિવારમાંથી નારીઓને સારો સહયોગ મળે છે. નાની બચતથી પણ રોકાણ કરવાની શરૂઆત કરવી જોઈએ. આજે મહિલાઓ કમાય છે પણ રોકાણ ખુબ ઓછું કરે છે. મહિલાઓ મોટાભાગે નાણાંકિય આયોજન ઘરના પુરુષો પર છોડતી હોય છે.


હાલ મહિલાઓ રોકાણ અંગે વિચારતી થઈ છે તે ખુબ સારુ કહેવાય. હાલ 50થી વધારે ઉંમરની મહિલાઓનું આયોજન ઘરના પુરુષો કરતા હોય છે. આજની યુવા મહિલાઓ નાણાંકિય આયોજનમાં વધારે સક્રિય કામ કરે છે.


આજે મહિલાઓ નાની નાની વાતોનું ધ્યાન રાખતી થઈ ગઈ છે. ડિજીટાઈઝેશનના કારણે મહિલાઓ વધારે એક્ટિવ થઈ છે. આજે પરિવારમાં બધાએ સાથે મળીને આયોજન કરવું જોઈએ. રોકાણના સમયે વિવિધ પગલાઓને જાણવા જરૂરી છે. રોકાણ અને સુરક્ષાને અલગ રાખવા જોઈએ. મહિલાઓમાં IQ અને EQ બન્ને છે જેના કારણે મલ્ટીટાસ્કીંગ કરી શકે છે.


મહિલાઓ ખુબ સારી રીતે બચત કરી શકે છે માટે તેમણે રોકાણ કરવું જોઈએ. મહિલાઓએ માત્ર તેમના રોકાણ સિવાય પરિવારના રોકાણની પણ જાણ રાખવી જોઈએ. પરિવારમાં એકબીજાના રોકાણની જાણકારી હોવી જોઈએ.