બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુવાનો માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Wed, 08, 2018 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજના મની મેનેજરમાં જાણીશું યુવાનો માટે નાણાંકિય આયોજન, કઇ રીતે શરૂઆત કરશો નાણાંકિય આયોજનની, યુવાઓએ કઇ બાબતોનું રાખવું ધ્યાન?.


મની મેનેજરમાં અમે તમને ઘણી વખત કહેતા હોઇએ છીએ કે જેવી તમારી પહેલી આવક શરૂ થાય તમારે નાણાંકિય આયોજનની શરૂઆત કરી દેવી જોઇએ. નાણાંકિય આયોજનની શરૂઆત જેટલી વહેલી થશે અને યોગ્ય રીતે થશે તેટલી તમારા નાણાંકિય જીવનમાં સરળતા રહેશે તો યુવા વર્ગ કઇ રીતે આયોજનની શરૂઆત કરવી અને ક્યારે, કઇ બાબતનો ખ્યાલ રાખવો આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


કમાણીની શરૂઆત થતા જ બેન્ક અકાઉન્ટ ખોલી લેવુ જોઇએ. યુવાઓએ પોતાનાં ધ્યેય નિષ્યિંત કરી લેવા જોઇએ. જુદા જુદા શહેરોમાં નોકરી કરવી હોય તો તે માટે પણ આયોજન જરૂરી છે. એજ્યુકેશન લોન લેવી હોય તે અંગે પ્લાનિંગ કરવું જરૂરી છે. બીજા દેશમાં જાવ તો ત્યાંનાં કાયદા જાણી લેવા જરૂરી છે. જેતે શહેરમાં સબંધીને મેડિકલ ઇન્શ્યોરન્સની માહિતી આપવી જોઇએ. સેલરી અકાઉન્ટ પણ જોઇન્ટ ખોલાવી શકાય છે.


જો નોકરી કર્યા બાદ ગેપ લેવાનાં હોય તો તે સમયનાં ખર્ચ માટે તૈયારી કરો. યુનાનો ઇક્વિટી એણએફમાં રોકાણ કરી શકે છે. બાળક 91 દિવસનું થાય ત્યારથી મેડિકલ ઇન્શયોરન્સ લઇ શકાય છે. યુવાનોએ આવકનાં 50 ટકાવી બચત કરવી જોઇએ. યુવા વચે પણ ઘણી બિમારી થતી હોવાથી હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે. માંદગી કે અકસ્માતનાં સંજોગોમાં મોટો ખર્ચ થઈ શકે છે.


યુવાનોએ પોતાનાં ધ્યેય નક્કી કરી લેવા ખૂબ જ જરૂરી છે. યુવાનોની જરૂરિઆત અલગ હોય છે, જરૂર પ્રમાણે આયોજન કરવું જરૂરી છે. નોકરીનાં શહેર બદલાતા હોય તો ઘરનું ભંડોળ ભેગુ કરવાનું શરૂ કરો. પોતાના લગ્ન અને ભણતર માટે પણ વિચારી તૈયારી કરવી જરૂરી છે.