બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: બદલાતા સમયમાં નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 26, 2017 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હંમેશા વેલ્થી અને તેની સાથેજ તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજન માટે તમને આપીશું તમામ વિકલ્પો મની મૅનેજર શોમાં. અને હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે બદલાતા સમયમાં નાણાંકિય આયોજન, કેવી રીતે કરવા ફેરફાર અને દર્શકોના સવાલ પર.

આપણે રોકાણ પર સલાહ દેતા હોય છીએ કે લાંબા ગાળા માટે રોકાણ કરવું, કે ટૂંકા ગાળા માટે.. આવા રોકણ જે તે સમયના આધારે કામ કરતા હોય છે અને ઘણા રોકાણ સમય સાથે બદલાતા પણ હોય છે. ત્યારે ક્યા રોકાણને કેવી રીતે રાખવું કે ફેરવવું તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું.. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

પહેલાના સમયમાં લોકોને વ્યાજ વધારે મળતું હતું. આજે ભારત વિકસિત દેશ છે જેમા ફેરફાર આવી રહ્યો છે. આજે રોકાણના ક્ષેત્રમાં મહત્તમ પરિવર્તનો આવ્યા છે. પહેલાના સમયમાં ઘર લેવું પ્રથમ સ્થાને આવતું હતું. જેઓ સતત શહેર કે રાજ્ય બદલે છે તેના માટે ભાડેનું ઘર સારો ઓપ્શન છે.

એક સમયે રોકાણમાં ગેરેન્ટી સાથે રિટર્નની વાત કરાતી હતી. આજે રોકાણમાં લોકો ગણતરી કરી ચાલે છે. આજે યુવાનો ગેરેન્ટી કરતા રિટર્નની ચિંતા કરે છે. આજે યુવાનોના ખર્ચાઓ વધારે છે માટે રિટર્નની અપેક્ષા રાખે છે.

આજે યુવાનો નાણાંના બદલાતા મૂલ્યને જાણે છે. જ્યારે નાણાંનું મૂલ્ય બદલાયું હોય ત્યાં રોકાણમાં ફેરફાર કરવામાં આવે છે. આજે થોડી રકમ કે બચતથી કંઈ નથી થતું, 30% બચત અનિવાર્ય છે. આવકના 30 કે 40% એસઆઈપીમાં રોકાણ કરી શકાય. લોકો હજુ ઈન્શ્યોરન્સ લેવામાં નબળા પડે છે. ઈન્શ્યોરન્સની પુરતી સમજ કોઈ લેતું નથી. લોકો એજન્ટ પર પુરતો ભરોસો કરી પુરતી માહિતીની જાણ નથી લેતા. ટર્મ ઈન્શ્યોરન્સ લેવાની સમજ આજે બધાએ કેળવવી જોઈએ. ભારતમાં સોનામાં રોકાણ કરવું હાનિકારક છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું સારુ છે. ગોલ્ડ બોન્ડ થકી સોનાની આયાત ઘટી છે.

સવાલ: પહેલો પ્રશ્ન છે નિતીન પટેલનો તેઓ પુછે છે, હું નિયમીત પણે એક્સીસ લોન્ગટર્મ ઈક્વિટી ELSS ફંડમાં 10,000 રોકુ છું, તો આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે રોકી દેવું જોઈએ અને જો હું આ રોકાણ ઉપાડી લઉ તો અન્ય ક્યા ELSS ફંડમાં રોકી શકું?

જવાબ: નિતીનભાઈને સલાહ છે કે ઈએલએસએસે ફંડમાં સારૂ રિર્ટન મળે છે. ઈએલએસએસ ફંડમાં રોકાણ લોકઈન પિરીયડમાં રહે છે. લોકઈન પિરીયડનો મુખ્ય ફાયદો ફંડ મેનેજરને રહે છે. જો આ નાણાંની જરૂરત ન હોય તો રોકી રાખવા જોઈએ.

સવાલ: મહેશભાઈ કપોપરાનો ઈમેઈલ આવ્યો છે.. તેઓ પુછે છે, મે પૈસા બાઝાર થકી SIPમાં 4 લાખ જેટલા નાણાં રોક્યા છે, અને અન્ય રકમ લમસમ તરીકે રોકી છે, તો શું આ રોકાણ આવનારા 15 વર્ષ માટે સુરક્ષિત છે? શું આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે નાણાં અન્ય સ્થાને રોકવા જોઈએ?

જવાબ: મહેશભાઈને સલાહ છે કે મ્યુચ્યુઅલ ફંડનું કોઈ રોકાણ 8-10 વર્ષ સુધી રાખવું.