બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પિતા માટે નાણાંકીય આયોજન ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2019 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું પિતા તરીકે નાણાંકીય આયોજન, પિતાએ નાણાંકીય આયોજનમાં કઇ બાબતોનું રાખવું ધ્યાન? દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ આપણે ફાધર્સ ડે ઉજવ્યો. ત્યારે આજે મની મેનેજરમાં પણ વાત કરીશું ફાધર્સ માટેનાં નાણાંકીય આયોજનની. પિતા તરીકે તમારે નાણાંકીય આયોજનમાં શું ધ્યાન રાખવું?? જો તમે સંતાન છો તો તમે તમારા પિતાને કઇ રીતે નાણાંકીય આયોજનમાં મદદ કરી શકો.


આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું આજનાં મની મૅનેજરમાં. અને આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.


પિતા બનવાનાં સમાચારથી વ્યક્તિ જવાબદારી અનુભવવા લાગે છે. પિતા બનવાનાં સમાચાર સાથે જ નાણાકિય તૈયારી પણ શરૂ કરી દેવી જોઇએ. પત્નીને તમારી આ સમયે જરૂર હોવાથી વર્ક સ્પાઉસ બેલેન્સ બનાવવું ખૂબ જરૂરી છે. પિતા બનો ત્યારે નાણાંકીય સુરક્ષા વધુ મહત્વની બની જાય છે. તમારો કેશ ફ્લો ચેક કરી લેવો જોઇએ.


તમારી ડબલઇનકમ થોડા સમય માટે નહી રહે તેની વ્યવસ્થા રાખવી જોઇએ. તમારો અને પત્નીનો ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્શ્યોરન્સ યોગ્ય હોવો જોઇએ. કંટેન્જન્સી ફંડ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. કંટેન્જન્સી ફંડ 10 થી 15 ટકા વધારો કરવો જોઇએ. અણધારી સ્થિતીમાં કે ઇમરજન્સીમાં કંટેન્જન્સી ફંડ ખૂબ ઉપયોગી હોય છે. બાળકો માટેનાં ખર્ચને માટે અલગથી રોકાણ કરો છો.


બાળકને સ્કુલ એડમિશન માટે તમે શોર્ટ ટર્મ માટેનાં રોકાણ કરી શકો છો. સ્કુલ ફી તમારે કેશ ફ્લો માંથી મેનેજ થાય તે જરૂરી છે. બાળકોનાં હાઇર એડ્યુકેશન માટે ગોઇલ પ્લાનિંગ કરી રોકાણ કરવું જોઇએ. ચાઇલ્ડ પોલિસી નામથી વેચાતી પોલિસીથી બચો છે. બાળક માટે લાંબાગાળે ભંડોળ બનાવાવા માટે ઇકવિટીમાં રોકાણ કરો છો. તમારો કેશ ફ્લો ચેક કરી લેવો છો.


પત્નીની આવક બંધ થાય અથવા થોડા સમય માટે બંધ રહે તો તેની અસર જાણી લો. કંટેન્જન્સી ફંડ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. અણધારી સ્થિતીમાં કે ઇમરજન્સીમાં કંટેન્જન્સી ફંડ ખૂબ ઉપયોગી છે. જો તમારા પિતા નિવૃત્ત થવાનો હોય તો પોર્ટપોલિયો રિ-એસેસ કરો છો. તમારા બાળકો માટે વીલ બનાવી લો. તમારી નાણાંકીય બાબતોમાં પરિવારનો સમાવેશ કરો છો.