બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સુવાક્યો વડે નાણાંકિય આચોજન

ના રોજ પ્રકાશિત Mon, 26, 2016 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. વર્ષ 2016નો આ અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે અને વર્ષ 2017 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે.


મની મેનેજરમાં આજે આપણે યાદ કરીશું એવા મહાનુભાવોના વચનોને જેમણે વિશ્વના અર્થતંત્રને અને તમારા નાણાંને નવી દિશા દર્શાવી છે. આજે અમે પસંદ કર્યા છે એવા ટોપ ક્યુઓટસ જે આજે પણ તમારા માટે ટીપ્સ જેવા બની રહેશે. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


Lewis Carroll એ કહ્યું છે - would you tell me, please, which way i ought to go from here? That depends a good deal on where you e=want to get to, said the cat.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે રોકાણ અંગે હંમેશા લોકો ચિંતિત ગોય હોય છે. આપણે રોકાણ માટે નિશ્વિત બની રહેવું જોઇએ.


Warren Buffettl એ કહ્યુ છે - An investor needs to do very few things right as along as he or she avoid big mistakes. If you arent willing to own a share for 10 years, then dont own it for ten minutes. Risk comes from not knowing what you are doing. Occasionally successful investing requires inactivity.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે રોકાણ બીજાનું અનુકરણ ન કરવું જોઇએ. શૅર બજારમાં આપણે રોકામ લાંબા ગાળા માટે કરવું જોઇએ. શૅર બજારમાં સટ્ટાબાજી ન થાય શકે છે. શૅર ખરીજો એટલે ભાગીદારી થઇ કહેવાય છે. રોકાણ કેવી રીતે કરવું અને ક્યાં કરવું તે જાણવું જરૂરી છે. કંપની વિશે કે સ્કીમ વિશે જાણકારી મેળવ્યા વિના રોકો તો રિસ્ક રહે છે.


Benjamin Graham એ રહ્યું છે - The investors chief problem and even his worst enemy is likely ti be himself.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે આપણા મનને વિચલીત કરતી વસ્તુઓ પર વારંવાર ન વિચારવું જોઇએ. આપણા રોકાણ માટે સૌથી જોખમી અપણે છે.


Albert Estein એ કહ્યુ છે - Its compound intrest. whaen asked what he considered mans greatest discovery.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે જેટલો વધારો સમય રોકાયેલા રહો તેમાં વધારે ફાયદો થાય છે.


Sir john Templeton એ કહ્યું છે - Most dangerous word used in stock market- this time its different.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે બજાર ક્યારેય અલગ હોતું જ નથી.


Benjamin Disraeli એ કહ્યું છે - What we learn from history is that we do not learn from history.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે આપણે ક્યારેય ભૂલો માંથી શીખતા જ નથી.


Benjamin Franklin એ કહ્યું છે - Money can beget money, and its offspring can beget more, and so on.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે તમારા નાણાં તમને કમાવડાવે છે.