બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોની નાણાંકિય સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Thu, 01, 2017 પર 07:37  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરમાં આપનું સ્વાગત છે. આ એવો શો છે જે તમને તમારી નાણાંકિય સમસ્યાનો ઉકેલ તો આપે જ છે પણ સાથે કેવી રીતે આગળ તમારો ધ્યેય મેળવી શકો તે દિશામાં દોરી પણ જાય છે. આજે આપણે વાત કરીશું તમારા પ્રશ્નો વિશે જે સતત અમને મળતા રહે છે અમારા વિવિધ માધ્યમો દ્વારા.


ઈમેલ, ફેસબુક કે ટ્વિટર દરેક માધ્યમ પર મળેલા પ્રશ્નોને અમે નિવારવાના પ્રયત્ન કરતા હોય છીએ ત્યારે આજે તેમાના જ અમુક પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું આજના એક્સપર્ટ પાસેથી. અને આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલ: મારી ઓન હેન્ડ સેલરી 50,000 છે મારી પત્નીની મળીને. મારા મહિનાના ખર્ચમાં 5500 ભાડુ છે અને રોકાણની વાત કરૂ તો એલઆઈસીમાં મારૂ વર્ષનું રૂપિયા 52000 નું જાય છે, એસઆઈપી છે 7500 ની, સેવિંગમાં હું રૂપિયા 1000 પે કરૂ છુ, અને પીપીએફમાં હુ 12000 રૂપિયા વર્ષના મુકુ છુ. તો હુ 5000 ની એસઆઈપી લાર્જકેપમાં લેવા માંગુ છું. અને બીજો પ્રશ્ન એ છે મારી પત્નીની એલઆઈસી પોલિસીનું પ્રિમિયમ 34,500 આવે છે તો હુ આ બે પોલિસી બંધ કરીને તેને બીજી જગ્યાએ રોકવા ઇચ્છુ છુ. તો એ યોગ્ય રહેશે?

જવાબ: હરેશભાઈને સલાહ છે કે ઈમરજન્સી ફંડ મુશ્કેલીના સમયમાં કામ લાગે છે. તમારા ધ્યેયને આધારે રોકાણ કરવું જોઈએ. લાંબાગાળા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા. તમારે બન્નેએ ટર્મ પ્લાન લેવો જોઈએ. તમારા બન્નેની આવક પર ઘર ચાલે છે. 50 થી 75 લાખ સુધીનો ટર્મ પ્લાન લઈ શકાય. ટ્રેડિશનલ પોલિસી બંધ કરતા પહેલા તેના ક્લોઝીસ ચેક કરવા જોઈએ. બન્નેના ટર્મપ્લાનમાં એકબીજાને નોમિની તરીકે નોંધાવવા જોઈએ. બન્નેએ અલગ-અલગ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. માતાનું પણ હેલ્થ ઈન્શ્યોરન્સ અલગ લેવું જોઈએ. ટૂંકાગાળા માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા.

સવાલ: ભરત જેઠવા લખે છે, તેઓ પુછે છે મારી ઉંમર 36 વર્ષની છે, હું મર્ચન્ટ નેવીમાં કામ કરુ છું અને NRI છું, મારી વાર્ષિક આવક 7,00,000 છે, જેમા 26,000ની હોમ લોન EMI છે, LICની જીવન સરળ પોલિસી છે જેમા માસિક 5000નું રોકાણ છે, અવિવા ટર્મ પ્લાન છે 2012થી જેનું કવર 50,00,000નું છે, હેલ્થ કવર 3,00,000નું છે, અને હોમલોન પણ ICICI લોમ્બાર્ડ દ્વારા સુરક્ષિત છે, અને આ સિવાય FDમાં 50,000 છે, હવે મારો પ્લાન LIC જીવન સરલ પોલિસીને 10 વર્ષ બાદ વિડ્રો કરવાનો છે, તો શું તે કરી શકાય? અને મને LICમાંથી જ અન્ય એક ટર્મપ્લાન લેવાની ઈચ્છા છે, જેની કિંમત 50,00,000 ધારેલી છે, અને લાંબા ગાળા માટે 3000નું રોકાણ કરવાની ઈચ્છા છે, તો ક્યાં રોકાણ કરી શકાય?

જવાબ: ભરતભાઈને સલાહ છે કે તમારી માસિક આવકના 40% ઈએમઆઈ તમે ભરી રહ્યાં છો. હવે આગળ તમારે કોઈ લોન ન લેવી જોઈએ. એલઆઈસી કરતા પ્રાઈવેટ કંપનીમાં ટર્મપ્લાન લેવો જોઈએ. હેલ્થ કવરને વધારવું જોઈએ જેને 3 લાખથી 5 લાખ લઈ જવું. ઈમરજન્સી ફંડને એકઠું કરવું જોઈએ. ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલ: સંજય પટેલ લખે છે કે મે મ્યુચ્યુઅલ ફંડમાં 2,89,000નું લમસમ રોકાણ કર્યું છે, જેની હાલની કિંમત ₹5,34,000 છે.. મે છેલ્લા 4 મહિનામાં 5 SIP ચાલુ કરી છે, જે દરેકમાં રૂપિયા 1000નું રોકાણ છે, જેમા ફ્રેન્કલિન ટેમ્પલટન સ્મોલર કંપની, રિલાયન્સ સ્મોલકેપ, DSP બ્લેકરોક, SBI મિડકેપ અને એક્સિસ લોન્ગટર્મનો સમાવેશ થાય છે, મારો ધ્યેય 18 વર્ષ બાદ ₹1.5 કરોડ એકઠા કરવાનો છે. અને મને આ વર્ષમાં અન્ય ₹8000 થી 10,000નું રોકાણ કરવાનો વિચાર છે, અને હું SIPમાં દર વર્ષે ₹3000 ઉમેરુ છું, મારી આવક ₹5,00,000 છે અને મારા પત્નીની આવક ₹3,50,000 છે. અમારા બન્નેની સરકારી નોકરી છે, તો ભવિષ્ય માટે શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપો.

જવાબ: સંજયભાઈને સલાહ છે કે તમારો હાલનો પોર્ટફોલિયો ખુબ સારુ પર્ફોમ કરી રહ્યો છે. તમારા રોકાણ પહેલા સુરક્ષા નક્કી કરવી જોઈએ. બન્નેએ ટર્મપ્લાન લેવો જોઈએ. 50 લાખથી 75 લાખનો ટર્મપ્લાન લેવો જોઈએ. હાલના દરેક ફંડ મિડકેપ અને સ્મોલકેપમાં છે. મિડકેપ ફંડ થોડા જોખમી ફંડ છે. સંતુલિત લાંબાગાળાના પોર્ટફોલિયો માટે 20,000ની SIP કરવી જોઈએ. એક્સિસ લોન્ગ ટર્મ, રિલાયન્સ સ્મોલકેપ, બિરલા સનલાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેલેન્સ ફંડ છે.