બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્રેડિટ-ડેબિટ કાર્ડનાં ફોર્ડ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2017 પર 15:23  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે જાણીશું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનાં ફોર્ડ અંગે, કઇ રીતે રાખશો ક્રેડિટ કાર્ડને સુરક્ષિત અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

પાછલા થોડા સમયમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેકશનનાં ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. એટલે કે આપણી જાણ બહાર આપણા અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થાય છે. હવે જ્યારે ડિજીટાઇઝેશનનો જમાનો છે ત્યારે આવિ છેતરામણી ન થાય તે માટે કાર્ડના વ્યવહાર પુરતી સાવચેતી સાથે, યોગ્ય રીતે થવા જરૂરી છે. તો આજે આપણે આજ વિષયે વિસ્તાર પુર્વક ચર્ચા કરીશુ અને વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનપ કલ્પેશ આશર.

કાર્ડ ક્લોનિંગથી બચવુ જરૂરી. કાર્ડ ડિટેલની કોપી કરી બોગસ કાર્ડ બનાવવાની ટેકનીકનો ઉપયોગ કરાય છે. પોકેટ સાઇઝ સ્કેનીંગ ડિવાઇઝથી મેગ્નેટીક સ્ટ્રીપની માહિતી કોપી કરાય છે. આ માહિતી ડુપલીકેટ કાર્ડ પર કોપી કરાય છે. બોગસ કાર્ડનાં ઉપયોગથી તમારા નાણાંનો દૂરઉપયોગ કરાય છે. કાર્ડનાં ઉપયોગ સમયે પુરતી સાવચેતી રાખવી જરૂરી. ડિજીટાઇઝેશનનાં યુગમાં કાર્ડનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.


કાર્ડ ક્યા સ્વાઇપ થાય છે તેનું ધ્યાન રાખો. કાર્ડ સ્વાઇપિંગ તમારી નજર સામે જ થવું જોઇએ . સ્માર્ટ ચિપ વાળા કાર્ડની માહિતી એનક્રિપ્ટ નથી કરી શકાતી. શોપિંગ સેન્ટરમાં કાર્ડ સ્વેપિંગ પર ધ્યાન આપો. સ્માર્ટ ચિપ વાળા કાર્ડનોજ ઉપયોગ કરવો જોઇએ. કાર્ડની પિનનંબર કોઇપણ સંજોગમાં કોઇને જણાવવી નહી. 2-સ્ટેપ ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરવો. એક અલગ કાર્ડ વારંવાર થતા ઉપયોગ માટે રાખો, જેની મર્યાદા સિમિત હોય છે.


ક્રેડિટ-ડેબિટ કાર્ડની રિસિપ્ટ ગમે ત્યા ફેકવી નહી. ફોનનંબર પર ટ્રાન્સેક્શન એલર્ટ પર ધ્યાન આપો. ફોનનાં એપમાં કોઇપણ પિનનંબર સેવ કરવા નહી. એટીએમનાં ઉપયોગ વખતે આસપાસ કોઇ ના હોય તેની તકેદારી રાખવી. એટીએમનાં ઉપયોગ બાદની સ્લીપ ગમે ત્યા છોડવી નહી. જો તમારા ખાતામાંથી બિનઅધિકૃત વ્યવહાર થતાજ બેન્કને જાણ કરો. તમારા કાર્ડને બેન્ક દ્વારા બ્લોક કરાવી શકાશે.

સવાલ: મે મ્યુચ્યુઅલ ફંડમાં 4 એસઆઈપી કરેલી છે. મારે આવતા 15 વર્ષમાં 25 લાખ રૂપિયા ભેગા કરવા છે તો મારે કેટલી એસઆઈપી કરવી જોઈએ?

જવાબ: લક્ષ્મણભાઇને સલાહ છે કે રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવા. લાઇફ ઇન્શ્યોરન્સ લેવો ખૂબ જરૂરી છે. ટર્મ પ્લાન લઇ પરિવારને સુરક્ષા આપવી જરૂરી છે. પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે. રૂપિયા 5000ની એસઆઈપી 15 વર્ષ સુધી કરી ધ્યેય પ્રાપ્ત કરી શકાય. તમારુ રોકાણ યોગ્ય છે.

સવાલ: મારુ મ્યુચ્યુઅલફંડમાં 1.3 કરોડ રૂપિયાનું રોકાણ છે. શેરમાં 1.35 લાખનું છે. મારે બીજુ સેવિંગ કરવુ જોઈએ.

જવાબ: શરદભાઇને સલાહ છે કે નિવૃત્તિનું આયોજન 15 થી 20 વર્ષ પહેલા જ કરવું જરૂરી છે. શરદભાઇએ ભેગુ કરેલુ કોર્પસ સરાહનીય છે. નિવૃત્તી સમયે નિયમિત આવક મળે એવુ આયોજન હોવું જોઇએ. રોકાણ ઇક્વિટી અને ડેટ બન્નેમાં હોવુ જોઇએ.