બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: બેલેન્સ ફંડમાં રોકાણ

ના રોજ પ્રકાશિત Thu, 30, 2017 પર 12:10  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજરમાં આજે બેલેન્સ્ડ ફંડ વિશે, ક્યારે કરવું બેલેન્સ્ડ ફંડમાં રોકાણ અને દર્શકોના સવાલ પર.

નાણાંકિય આયોજનમાં આપણે વિવિધ સ્થળે રોકાણ કરતા હોય છીએ. અને આપણા ધ્યેય અને સમય પ્રમાણે તે રોકાણમાં ફેરફાર પણ કરતા હોય છીએ ત્યારે હાલ ઘણા સમયથી બેલેન્સ્ડ ફંડ એક એવું માધ્યમ બન્યું છે જે સતત લોકોની ફોકસમાં આવ્યું છે. તો શું છે આ રોકાણ અને કેવી રીતે તેમા ફેરફાર થઈ રહ્યાં છે તેવી દરેક ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

બેલેન્સ્ડ ફંડમાં રોકાણ હાલ બેલેન્સ્ડ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. બેલેન્સ્ડ ફંડમાં જે રોકાણ વધી રહ્યું છે તે ચિંતા જનક છે. બેલેન્સ્ડ ફંડ એક રોકાણને બેલેન્સ રાખવાની કેટેગરી છે. બેલેન્સ્ડ ફંડમાં 65% નાણાં શૅરબજારમાં જાય છે. બેલેન્સ્ડ ફંડમાં જોખમ રહે છે. બેલેન્સ્ડ ફંડમાં ઈક્વિટી કરતા જોખણ ઓછું રહે છે.


બેલેન્સ્ડ ફંડમાં આટલું રોકાણ થવાનું કારણ ખોટી સલાહ છે. બેલેન્સ્ડ ફંડમાં લોકો લમસમ નાણાં રોકે છે. તેજીના સમયમાં લોકોએ અહિં રોકાણ કર્યું છે જે સારુ નથી. માસિક આવક માટે બેલેન્સ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. મેન્યુફેક્ચરરે લોકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યુ છે.


સમયાંતરે બેલેન્સ ફંડમાં ડિવિડન્ડને બદલવામાં આવે છે. ડિવિડન્ડના ઓપ્શન થકી લોકો તેના પર નિર્ધારિત થઈ જાય છે. બોન્ડ ફંડ માસિક આવક માટે સારો ઓપ્શન છે. જો 4 થી 5 વર્ષનો રોકાણનો ધ્યેય હોય તો નાણાં રોકવા. તમારો નાણાંકિય ધ્યેય નક્કી હોય ત્યારે રોકાણ કરવું.

સવાલ: કેતન ભાયાણી, ભાવનગરથી લખે છે, મારી આવક 80 હજાર છે, મારા પાસે 8 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ છે, અને 3 લાખનું ફેમિલી ફ્લોટર ફંડ છે, મારા પરિવારમાં પત્ની અને દિકરી છે, મારી દિકરીની ઉંમર 14 વર્ષ છે, અને મારી ઉંમર 40 વર્ષ છે, મારે લાઈફ ઈન્શ્યોરન્સમાં ટોપઅપ કરવું જોઈએ કે નવુ લેવું જોઈએ?

જવાબ: કેતનભાઈને સલાહ છે કે આવક અને પરિવારની જાણકારી પ્રમાણે આ ઈન્શ્યોરન્સ ઓછું છે. રૂપિયા 50 લાખથી 1 કરોડનો લાઈફ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. 3 લાખનું ફેમિલી ફ્લોટર છે તેમા ટોપઅપ કરવું જોઈએ. 10 લાખની ફ્લોટર પોલિસી પણ લઈ શકાય.

સવાલ:  જામખંભાળિયાથી ડૉ કે.એન.બુહેચા આપણને પુછે છે. હું બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છું છું. એકની ઉંમર 14 વર્ષ છે અને એકની 11 વર્ષ છે. એચડીએફસી મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ અને એચડીએફસી પ્રુડેન્શિયલ ફંડમાં બન્નેના મળીને 5000 માસિક રોકુ છું, છેલ્લા 18 મહિનાથી આ રોકાણ ચાલુ છે અને 18,000 રોક્યા છે આજ સુધીમાં. તો શું આ રોકાણ યોગ્ય છે તે જણાવો. મારો ઉદ્દેશ્ય મહત્તમ વળતર મેળવવાનો છે.

જવાબ: ડૉ બુહેચાને સલાહ છે કે બન્ને બાળકો માટેનું હાલનું રોકાણ છે તે બન્ને ફંડમાં ઘણો ફેર છે. બેલેન્સ ફંડમાં 65% જ ઈક્વિટીમાં છે. બન્ને બાળકો માટે સમાન રોકાણ કરો.