બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આ વુમન્સ ડે પર આપો આવી ભેટ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું વુમન્સ ડે માટેની ગિફ્ટ, નાણાંકિય જીવનમાં નારીનું મહત્વ, મહિલા દર્શકોનાં સવાલ.


આ સપ્તાહ આપણે વુમન્સ ડે ઉજવી રહ્યા છે ત્યારે મની મેનેજર તમને સુચવશે આ વુમન્સ ડે પર આપી શકાય તેવી ગિફ્ટ જે નારીને બનાવી શકે છે ફાયનાન્શિયલિ ઇન્ડિપેન્ડન્ટ. અને આ ચર્ચા માં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


નારીઓ અને તેમના નિર્ણયોને માન આપો. નારીઓને નાણાકિય રીતે સ્વતંત્ર બનાવવી જોઇએ. નારીઓ નાણાકિય ક્ષેત્રે રૂચિ વધારે તે જરૂરી છે. પુરૂષો અને સ્ત્રીઓના કામ જેવી માનસિક્તા બદલવી જરૂરી છે. અમુક કુટુંબોમાં નારી નાણાકિય નિર્ણયો પર લેતી થઇ છે. આજની નારી દરેક ક્ષેત્રે કાર્યરત થઇ છે. કુટુંબોની મહિલા સાથે નાણાકિય બાબતોની ચર્ચા કરો છો. અમુક નાણાકિય કામો જેમકે બેન્કિંગ, પેમેન્ટ વગેરે કામ મહિલાઓને કરવા આપો છો. નારીઓને એક પોર્ટફોલિયો મેનેજ કરવા આપો છો.


કઇ રીતે કરશો નારીનું સશક્તિકરણ


મહિલાઓને તમારા રોકાણ અને સેવિંગખાતાનાં નોમિની બનાવો છો. મહિલાઓને રૂપિયા 1 થી 10 લાખ સુધીનો પોર્ટફોલિયો મેનેજ કરવા આપો છો. મહિલાઓને તેમના ફાઇનાન્શિયલ નિર્ણયો જાતે લેવા દો છે. તમારા લાઇફ ઇન્શ્યોરન્સની જાણકારી પત્નીને આપો છે.


કઇ રીતે કરશો નારીનો સમાવેશ?

નાનપણથી ખર્ચ સાથે બચત કરતા પણ શીખવાડો. તમારા વીલનાં એક્સિક્યુટર બનાવો. નારીઓને આત્મવિશ્ર્વાસથી સભર બનાવો છે. દિકરીનાં ભણતર અને લગ્નમાટેનું નાણાંકિય આયોજન કરો છો. તમે કઇ રીતે તમારા બાળકોના ભવિષ્ય માટે આયોજન કર્યું તે તેમને બતાવો છો. ભવિષ્યનાં ખર્ચની ગણતરીમાં ફુગાવાને ગણતરીમાં લેવો છો. તમારી નિવૃત્તિ અને તબિબી ખર્ચ વગેરે પર પણ ધ્યાન આપો છો. બચત અને રોકાણ જેટલુ જલ્દી શરૂ કરશો, ભંડોળ તેટલુ મોટુ બનશે. નાણાંકિય ધ્યેય પ્રમાણે અસેટ અલોકેશન કરો છો.


સવાલ-


હુ 26 વર્ષની છુ, મારો પગાર રૂપિયા 25,000 છે. હું 2 થી 3 વર્ષમાં લગ્ન કરીશ. મારે કઇ રીતે નાણાંકિય આયોજન કરવું જોઇએ કે હુ ક્યારેય બીજા પર ફાઇનાન્શયલિ નિર્ભર નહી રહુ?


જવાબ-


નાના નાના રોકાણથી શરૂઆત જેટલી બને એટલી જલ્દી કરો.