બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ક્રિટિકલ ઇલનેસ માટે હેલ્થ કવર

ના રોજ પ્રકાશિત Wed, 01, 2017 પર 07:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા ,આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપતો શો એટલે મની મૅનેજર. મની મેનેજરમાં આજે ક્રિટિકલ ઇલનેસ માટે હેલ્થ કવર, સિનિયર સિટિઝન માટે હેલ્થ કવર, આ હેલ્થ કવર કઇ રીતે લઇ શકાય.

મિત્રો, મની મેનજરમાં ઘણી વખત અમે તમને હેલ્થ ઇન્શ્યોરન્સ અને મેડિકલ કવરનું મહત્વ સમજાવી ચુક્યા છે પરંતુ ઘણી એવી બિમારીઓ હોય છે જે હેલ્થ કવરમાં આવરી લેવાતી નથી તો ઘણી વખત સિનિયર સિટિઝન માટે પણ હેલ્થ કવર લેવુ હોય ત્યારે મુશ્કેલી આવતી હોય છે તો આ બાબતે શુ કરી શકાય એ અંગે આપણે આજના મની મેનેજરમાં ચર્ચા કરીશું અને આ અંગે માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે યૌગિક વેલ્થના લેખક અને સર્ટીફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે હેલ્થ કવરની જરૂરિયાત દરેકને હોય છે. મેડિકલ ઇન્શ્યોરન્સને પ્રાધન્ય આપવું જરૂરી છે. માંદગીનાં ખર્ચને પહોંચી વળવા હેલ્થ કવર ખૂબ જરૂરી. મોટા શહેરોમાં માંદગીનો ખર્ચ નાના શહેરો કરતા વધુ આવતો હોય છે. સામાન્ય હેલ્થ કવરમાં અમુક માંદગી માટે હોસ્પિટલાઇઝેશનનો સમાવેશ થાય છે.


ફેમલિની હેલ્થ પોલિસી પર અમુક છુટ મળી શકે છે. જનરલ ઇન્શ્યોરન્સની રકમ મોટી માંદગી માટે પુરતી થતી નથી. ક્રિટિકલ ઇલનેસ માટે ખર્ચ માટે અલગ ઇન્શ્યોરન્સ ઉપયોગી થઇ શકે. જનરલ ઇન્શ્યોરન્સ ઉપરાંત ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. ક્રિટિકલ ઇલનેસ પ્લાન પણ અલગ અલગ પ્રકારનાં હોય છે.


ક્રિટિકલ ઇલનેસ કવર દરેક ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે મળી શકે છે. કઇ ક્રિટિકલ ઇલનેસ કવર થાય છે તે જાણી પ્લાન પસંદ કરવો. પ્લાન મુજબ ક્રિટિકલ ઇલનેસ કવર જુદા જુદા મળે છે, તે સમજી પ્લાન લેવો. ક્રિટિકલ ઇલનેસ પ્લાન પર ટેક્સ બચતનો લાભ મળી શકે છે.


CEAA દ્વારા અપાતો કેન્સર માટેનો પ્લાન ખૂબ લાભદાયી છે. હેલ્થ ઇન્શયોરન્સની સાથે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. અમુક બિમારી આવ્યા પછી ઇન્શ્યોરન્સ મળવો મુશ્કેલ બને છે.

સવાલ: મારી વર્ષની આવક છે 5 લાખ રૂપિયા. એમાં વીપીએફમાં દર મહિને 5 હજાર કપાવુ છે. મારી એલઆઈસીમાં 17 હજારનું રોકાણ વર્ષમાં કરુ છુ. એસબીઆઈની પોલીસી છે વર્ષના 30 હજાર રૂપિયા રોકુ છું. મારે મ્ચુયલફંડમાં રોકાણ કરવું છે તો તેમાં મને શેમાં રોકાણ કરવું જોઈએ તેની સલાહ આપો.

જવાબ: જીજ્ઞેશ પટેલને સલાહ છે કે રોકાણ નાણાંકિય ધ્યેયને આધારે કરવું જોઇએ. નાણાંકિય ધ્યેયની યાદી બનાવી લેવી ખૂબ જરૂરી. ઇક્વિટીમાં મ્યુટચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકાય. ઇક્વિટી મ્યુટચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત લાર્જકેપથી કરી શકાય. ઇન્શ્યોરન્સ અને રોકાણ અલગ છે એની સમજ રાખવી જરૂરી.

સવાલ: આ ઇમેલ આવ્યો છે ડૉ.કે.એન.બુહેચાનો. તેમણે પુછયુ છે કે હુ મારા બે બાળકો જેમની ઉંમર 14 અને 12 વર્ષ છે તેમને માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરૂ છુ Hdfc mid cap opportunity fund અને Hdfc prudence fundમાં ₹5000-5000 Sc 10,000 રોકુ છુ.  છેલ્લા 18 મહિનાથી આ રોકાણ કરૂ છુ. શું આ રોકાણમાં બદલાવની જરૂર છે કે આ રોકાણ ચાલુ રાખવું જોઇએ. એમણે એમના ઇમેલમાં એવુ પણ લખ્યુ છે કે મારો બીજો કોઇ ફાયનાન્શિયલ ગોલ નથી, વધુ વળતર મળે તે માટે રોકાણ કરવું છે.

જવાબ: ડૉ.કે.એન.બુહેચાને સલાહ છે કે બેલેન્સ અને ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકો. જે ફંડમાં રોકાણ કરો છો તેના પર નજર રાખવી.