બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઉંચે ઉડાળો સમૃધ્ધ નાણાંકીય જીવનની પતંગ

ના રોજ પ્રકાશિત Tue, 17, 2017 પર 08:13  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે  યોગ્ય નાણાંકિય આયોજન જરૂરી છે.

આજે મની મેનેજરમાં આપણે થોડી અલગ વાત કરવાના છીએ. જીવનમાં વિવિધ વસ્તુઓ માટે આપણે તકેદારી રાખતા હોય છીએ. હાલમાં જ ઉત્તરાયણ ગઈ તો તમે પતંગ ઉડાડવા સાથે ઘણી તકેદારીઓ રાખી હશે. તો તેવી રીતે તમારે તમારા નાણાંકિય આયોજનમાં પણ શું તકેદારી રાખવી જોઈએ તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાન્તી. ખેતી જોડે સંકાયેલ તહેવાર મકરસંક્રાન્તી. સૂર્યનાં કિરણો શારિરીક સ્વાસ્થ માટે જરૂરી. દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવાય છે ઉત્તરાયણ. અન્ય દેશોમાં પણ ઉજવાય છે ઉત્તરાયણ. મકરસંક્રાન્તીનું વૈજ્ઞાનિક મહત્વ.

ગૌરવ મશરૂવાલાના મતે ઉત્તરાયણ અને નાણાંકિય આયોજન. પતંગોત્સવમાંથી ઘણુ શીખી શકાય છે. નાણાંકિય ધ્યેય માટે પૂર્વ આયોજન જરૂરી. ઇમરજન્સી ફંડ અને ઇન્શ્યોરન્સની તકેદારી ખૂબ જરૂરી. નાણાંની વૃધ્ધીની શરૂઆત પહેલા સૂરક્ષા જરૂરી. હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ અને ઇમરજન્સી ફંડ ખૂબ જરૂરી. લોકોએ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજવું જરૂરી. ટેક્સ સેવિંગ માટે ઇન્શ્યોરન્સ લેવુ યોગ્ય નથી.

ગૌરવ મશરૂવાલાના મુજબ કુટુંબની સુરક્ષા માટે ઇન્શ્યોરન્સ જરૂરી. માંદગીના ખર્ચને પહોંચવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી. રોકાણ ધ્યેયને આધારે કરવું જોઇએ. નાણાંકિય ધ્યેય નક્કી કરવા ખૂબ જરૂરી. દરેક રોકાણની યોગ્ય યાદી બનાવવી જોઇએ. રોકાણ વૈવિધ્ય સભર હોવું જોઇએ. માત્ર ડેટમાં જ રોકાણ હોયતો વળતર ઓછુ મળશે. ડાવર્સિફાઇડ રોકાણથી સારૂ વળતર મેળવી શકાય.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે બીજાનાં રોકાણનુ અનુકરણ ન કરવું. પોતાની જરૂરિયાત અને સ્થિતી મુજબ રોકાણ કરવું. નાણાંકીય જાણકારી મેળવ્યા બાદ આચરણ કરવું પણ જરૂરી. રોકાણ માટે નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે. રોકાણને સતત ચકાસતા રહેવું. માર્કેટ નીચે આવે ત્યારે રોકાણનાં નિર્ણય લેવા જોઇએ. માત્ર નાણાં કમાવાથી સમૃધ્ધ નથી બનાતુ તેના યોગ્ય આયોજનથી સમૃધ્ધ બનાય છે.

ગૌરવ મશરૂવાલાના મતે જો ધ્યેય બદલાય તો તે પ્રમાણે રોકાણ બદલવા. રોકાણનાં દેખાવ પર ધ્યાન આપી સ્ટેર્જી બદલવી. તમારા રોકાણને સતત ચકાસતા રહેવું. ઘણી વાર પાકેલી રકમ ઉપાડાતી નથી. યોગ્ય નોમિનીનાં નામ નોંધાયેલા હોવા જોઇએ. નાણાંકીય આયોજન કુટુંબ સાથે મળીને કરવું જોઇએ. રોકાણની જાણકારી કુટુંબને હોવી ખૂબ જરૂરી છે. બાળકોને નાણાંકીય આયોજનની જાણકારી આપવી જોઇએ. રોકાણ પહેલા પુરતી જાણકારી લેવી ખૂબ જરૂરી છે. રોકાણની કોઇ તક છેલ્લી ન ગણવી.