બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાની બચત યોજનાનાં વ્યાજદર કેટલા આકર્ષક?

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું નાની બચત યોજનાનાં વ્યાજદરમાં ફેરફાર, કઇ યોજનાનાં વ્યાજદર આકર્ષક, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં આપણે નાની બચત પર ઘણો ભાર આપતા હોઇએ છીએ અને સાથે જ નાની બચત માટે રોકાણનાં વિકલ્પોની પણ ચર્ચા કરતા હોઇએ છીએ પરંતુ આજે આપણે વાત કરીશું તાજેતરમાંજ નાની બચત યોજનાનાં વ્યાજદરમાં આવેલા ફેરફાર અંગે. જે ઘણા આશ્રચર્યજનક છે, તો શું છે વ્યાજદરનાં ફેરફાર અને કઇ રીતે થશે તમારા રોકાણ પર અસર અને એના પર જાણકારી લઇશું ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


સ્મોલ સેવિંગ બચત યોજનાનાં નવા વ્યાજદર આશ્ર્ચર્યજનક છે. જુદા જુદા વ્યાજદરમાં ત્રણેય પ્રકારનાં રેટ જોવા મળી રહ્યાં છે. આ વખતે એક વર્ષ માટેનાં વ્યાજદર વધ્યા છે. 3 વર્ષનાં ડિપોઝીટ ટાઇમ માટે વ્યાજદર ઘટ્યા છે. બાકીનાં તમામ સમયગાળા માટે વ્યાજદર યથાવત રહ્યા છે. લાંબાસમય માટેના વ્યાજદર જે ગવર્નમેન્ટ સિક્યુરીટી સાથે સંકળાયેલા છે તે નથી ઘટ્યા. ટુંકાગાળા માટે એફબીઆઈ દ્વારા વ્યાજદર વધારાયા છે.


જેને કારણે ઘણી બેન્ક દ્વારા પણ વ્યાજદર વધારાયા છે. 1 વર્ષની ડિપોઝીટની આની સાથે સ્પર્ધા થશે. 3 વર્ષની ડિપોઝીટનાં વ્યાજદર હવે આકર્ષક નથી રહ્યા. સિનિયર સિટિઝન એસસીએસએસમાં રોકાણ યથાવત રાખી શકે છે. પીપીએફ હજુ પણ નિવૃત્તીનાં આયોજન માટે સારો વિકલ્પ છે. એનએલઈ પણ રોકાણ માટેનો સારો વિકલ્પ છે. રોકાણકાર પોતાનાં ડેટ પોર્ટફોલિયો માટે નાની બચત યોજનાનાં વિકલ્પો પસંદ કરી શકે છે.


તમારા સવાલ - અમારા જવાબ


માસિક આવક રૂપિયા 9000 છે. અને તેઓ પણ MFમાં રોકાણ કરવાની ઇચ્છા રાખે છે, તો રોકાણની શરૂઆત ક્યાથી કરી શકાય?


એમએફમાં તમે રૂપિયા 500 થી પણ રોકાણ શરૂ કરી શકો છો. વધુમાં વધુ 2 થી 3 ફંડમાં જ રોકાણ કરવું જોઇએ. તમે ઓનલાઇન કે ઓફલાઇન રોકાણ કરી શકો છો.


માસિક રૂપિયા 40,000નું રોકાણ કરી શકે છે તો તેમણે ક્યા રોકાણ કરવું જોઇએ. અને આ ઉપરાંત તેઓ રૂપિયા 10 લાખનું વન ટાઇમ રોકાણ પણ કરવા માંગે છે. તો આ માટે શું સલાહ બની રહી છે?


રિટાયર્ડ માટે એનપીએસ આકર્શક છે. લમસમ રકમ તમે એસઆઈપી ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો.


તેમને રૂપિયા 2000ની 2 એસઆઈપી શરૂ કરવી છે 25 વર્ષ માટે. તો આ માટે ક્યા ફંડ પસંદ કરવા જોઇએ. તેમણે સાથે એ પણ પુછયુ છે કે આ રોકાણથી કેટલુ ભંડોળ બની શકે?


25 વર્ષનાં સમયગાળા માટે તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. ઇક્વિટી MF તમારે માટે રોકાણનો યોગ્ય વિકલ્પ છે. રોકાણનાં રિટર્ન નિશ્ચિચિત કહી શકાય નહી. વર્ષ દર વર્ષ રોકાણનાં રિટર્નમાં ફેરફાર થતો હોય છે. લાંબાગાળાનાં રોકાણકારને રિટર્નની ચિંતા ન કરવી જોઇએ.