બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુએલઆઈપીમાં રોકાણ કેટલુ લાભદાયી?

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રોકાણકારને ક્યાથી મળી શકે સારા રિટર્ન, ટેક્સ ફ્રી રોકાણથી મળી શકે લાભ, સારા રિટર્ન માટેનાં રોકાણના વિકલ્પો.


એક તરફ માર્કેટની સ્થિતીને કારણે રોકાણકારનાં રિટર્ન ઘટી રહ્યા છે તો બીજી તરફ ટેક્સનો માર દરેક તરફથી વધી રહ્યો છે, તો આવા સમયે રોકાણકારને કઇ રીતે સારા રિટર્ન મળી શકે? ટેક્સ ફ્રી ઇનવેસ્ટમેન્ટ કેટલા ઉપયોગી થઇ શકે તે અંગેની જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


શાં માટે લોકો ટેક્સ ફ્રી રોકાણ કરે છે?


ફિકસ ઇનકમ માટે ટેક્સ ફ્રી રોકાણ થતા હોય છે. એમા ફિક્સ ઇનકમ ટેક્સ ફ્રી હોયતો વધુ લાભ મળી શકે છે. ઘણી વખત લોકો આ કારણે બીજા રોકાણ અંગે વિચારતા જ નથી.


ટેક્સ ફ્રી રોકાણનાં વિકલ્પો


પીપીએફ ટેક્સ ફ્રી રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે. ઈપીએફ પગારદાર વર્ગ માટેનો એક ઉપયુક્ત વિકલ્પ છે. ટેક્સ ફ્રી બોન્ડ પણ એક વિકલ્પ છે. હાલ ટેક્સ ફ્રી બોન્ડ 6 ટકા કરતા પણ ઓછુ વળતર આપે છે. પરંતુ હજી પણ રોકાણ કરી શકાય છે. ઇસી લિક્વિડિટીનો લાભ મળી શકે છે. કેપિટલ ગેઇન ટેક્સ પણ બચી શકે છે.


ક્યા રોકાણ આપી શકે સારૂ વળતર?


પીએસયુ બેન્કનાં પરપેચ્યુઅલ બોન્ડમાં રોકાણ કરી શકાય છે. સ્ટેટ ગર્વનમેન્ટનાં બોન્ડમાં રોકાણ કરી શકાય છે. સારા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરી શકાય છે. કોર્પોરેટ બોન્ડમાં સારી લિક્વિડિટીની સાથે કેપિટલ ગેઇનનો લાભ મળી શકે છે. ઇક્વિટીમાં યુએલઆઈપીમાં રોકાણનો વિકલ્પ યોગ્ય બની શકે છે.


યુએલઆઈપીમાં રોકાણનાં લાભ


ટેક્સ ફ્રી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે. રિડિપ્શન કે મેચ્યુરિટી સમયે ભંડોળ ટેક્સ ફ્રી છે. સારા પરફોરમન્સની હિસ્ટ્રી છે. યુએલઆઈપી લગભગ એણએફની જેમ કામ કરે છે. લાર્જ અને મિડકેપમાં રોકાણનાં લિમિટેડ વિકલ્પો છે. યુએલઆઈપીનાં રોકાણ 5 વર્ષ માટે લોકઇન રહેશે.


યુએલઆઈપીનાં ગેરફાયદા


યોગ્ય રિસર્ચ કરીને પોલિસી લેવી છે. અલોકેશન ચાર્જિસ સમજી લેવા છે. પરફોર્મન્સની હિસ્ટ્રી જાણી લેવી છે. પ્રોડક્ટની પસંદગી માટે ઘમા વિકલ્પો છે. વધુ વેલ્યુ ઝીરો કોસ્ટ પર છે. લો વેલ્યુ માટે થોડો ચાર્જ લાગી શકે છે. સાવચેતી પુર્વક સ્ટોક અને એમએફ માંથી યુએલઆઈપીમાં રોકાણ ખસેડી શકો છો.


સરકાર રોકાણકારને કઇ રીતે રાહત આપી શકે?


એલટીસીજી પાછો ખેચવામાં આવે છે. એફપીઆઈને ટેકસેશનમાં રાહત અપાવવી જોઇએ