બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનજર: કઇ રીતે બની શકે આદર્શ પોર્ટફોલિયો?

ના રોજ પ્રકાશિત Tue, 29, 2018 પર 18:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. મની મેનેજરમાં આજે કઇ રીતે બનાવી શકો આદર્શ પોર્ટફોલિયો, પોર્ટફોલિયો બનાવતી વખતે શું ધ્યાન રાખવુ?, દર્શકોનાં સવાલ.


આપણે મની મેનજરમાં પોર્ટપોલિયો મેનેજમેન્ટની વાતો કરતા હોઇએ છીએ, અમુક વખત અમુક પરિસ્થતી પ્રમાણે અમે તમને નાના મોટા ફેરફાર પણ સુચવીએ છીએ પરંતુ આજે આપણે વાત કરીશું કે એવા પોર્ટફોલિયોની કે જે દરેક સમય માટે ઉત્તમ છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


નાણાંકિય આયોજન માટે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. તમારી જરૂરિયાતોની લેખિત નોંધ તૈયાર કરો છો. તમે શું કરવા માંગો છો તે લખી લો છો. આવનારા વર્ષોમાં તમારી જરૂરિયાતની યાદી તૈયાર કરો છો. તમારી જરૂરિયાતનો સમયગાળો ચોક્કસ નક્કી કરો છો. તમારા ખર્ચાઓનુ અનુમાન કરી એની યાદી તૈયારી કરવી છે. ખર્ચની લેખિત નોંધ લેવી ખૂબ જ જરીરૂ છે.


જીવનની પરિક્ષા માટે પમ લેખિત તૈયારી કરો છો. અમૂક વકત ન લખવાને કારણે ખોટા રોકાણ પણ થઇ શકે છે. રોકાણની લેખિત નોંધ ન હોયતો તેને ઉપાડી લેવાતા હોય છે. લોખિતમાં નોંધ હોયતો રિવ્યુ પણ સારી રીતે થઇ શક્શે. લખવાથી આપણે ખોટા સમયે રોકાણ અટકાવતા નથી. લેખિતમાં નોંધ હોય તો નાણાંકિય ધ્યેયને વળગી રહેવુ સરળ હોય છે.


દરેક નાણાંકિય ધ્યેય માટેનાં રોકાણ અલગ અલગ કરવા પડે છે. રોકાણ નાણાંકિય ધ્યેય અને તેના સમયગાળા પ્રમાણે કરવું જોઇએ. ટુંકા ગાળાનાં રોકાણમાં કોઇ પણ જોખમ લઇ શકાય નહી. રોકાણનો આધાર રોકાણકારની ઉમર નહિ ધ્યેયનો સમયગાળો હોવો જોઇએ. નિવૃત્તીનાં પ્લાનિંગમાં કેશફલોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે મ્યુચ્ચુઅલ ફંડ વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો.