બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે થઇ શકે વેલ્યુ ઇનવેસ્ટીંગ?

ના રોજ પ્રકાશિત Thu, 27, 2018 પર 10:31  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશું વેલ્યુ ઇનવેસ્ટીંગ, વેલ્યુ ઇનવેસ્ટીંગનાં લાભ, દર્શકોનાં સવાલ.


હાલમાં આપણે માર્કેટમાં ઘણીજ વોલેટાલિટી જોઇ રહ્યાં છે, માર્કેટની સ્થિતી જોતા ઘણો રોકાણકારને અમુક મુંઝવણો થાય છે તો અમુક રોકાણકાર પેનિકને કારણે ખોટા નિર્ણય લઇ લે છે, તો આવા સમયે જો આપણે વેલ્યુ ઇન્વેસ્ટીંગ આપણને મદદરૂપ બની શકે છે, તો શું છે વેલ્યુ ઇન્વેસ્ટીંગ, કઇ રીતે કરી શકાય વેલ્યુ ઇનવેસ્ટીંગ અને તેના ફાયદાઓ અંગેની વાત આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇનવેસ્ટ ઇન્ડિયાનાં સીઈઓ અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર પિયુષ શેઠ.


ગ્રોથ અને વેલ્યુ ઇન્વેસ્ટીંગ-


ગ્રોથ ફંડ મોટેભાગે ભવિષ્યમાં સારૂ વળતર આપતી કંપનીમાં રોકાણ કરતા હોય છે. આવા ફંડની કિંમત ઉંચી હોય છે અને તેની કિંમત વધવાની સંભાવના પણ હોય છે. વેલ્યુ ફંડ અન્ડરવેલ્યુડ કંપનીમાં રોકાણ કરે છે. આ ફંડ ઓછામાં ખરીદો વધુમાં વેચો સિધ્ધાંત પર ચાલે છે. યુએસએમાં વેલ્યુ ઇનવેસ્ટિંગ ઘણુ લોકપ્રિય છે. વોરેન બફેટ અને બેન્જામિન ગ્રેહામ પણ વેલ્યુ ઇનવેસ્ટીંગને ફોલો કરે છે.


ટોપ પરફોર્મિંગ વેલ્યુ ફંડ અને વળતર પર નજર-


આદિત્ય બિરલા પ્યુર વેલ્યુ - 30%
ટાટા ઇક્વિટી પીઈ ફંડ - 25.2%
એલ એન્ડ ટી ઇન્ડિયા વેલ્યુ ફંડ - 26.5%
આઈડીએફસી સ્ટર્લિંગ વેલ્યુ ફંડ - 23.3%
એચડીએફસી કેપિટલ બિલ્ડર વેલ્યુ ફંડ - 21.3%


વેલ્યુફંડ અન્ડરવેલ્યુડ સ્ટોક્સમાં રોકાણ કરે છે. વેલ્યુ સ્ટોક્સનાં ગ્રોથથી ઘણી સંભાવના રહેલી હોય છે. વેલ્યુ સ્ટોકને લાંબાગાળા સુધી હોલ્ડ કરી સારૂ વળતર મેળવી શકાય છે.


વેલ્યુ ફંડનાં ફાયદા-


આ ફંડમાં રોકાણથી સારા લાભની આશા રાખી શકાય છે. આ ફંડ ઓછા જોખમે વધુ વળતર આપી શકે છે. વેલ્યુફંડમાં રોકાણ ફંડામેન્ટલ રિસર્ચથી થતુ હોય છે. વેલ્યુફંડનાં રોકાણ પર માર્કેટ વોલેટિલિટીની અસર ઓછી રહે છે.


વેલ્યુફંડનાં ગેરલાભ-


વેલ્યુ ટ્રેપમાં આવી ન જવાય તેનુ ધ્યાન રાખવું છે. પોર્ટફોલિયોમાં ડાવર્સિફિકેશન થઇ શકતુ નથી. બિગ બુલ માર્કેટમાં વેલ્યુ કેન્ડિડેટ મળવા મુશ્કેલ હોય છે. આ રોકાણનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. દરેક રોકાણકારે પોતાની જોખમની ક્ષમતા અને સમયગાળા પ્રમાણે રોકાણ કરવા જોઇએ. તમારા પોર્ટફોલિયોનાં 20-30% રોકાણ વેલ્યુ ફંડમાં કરી શકાય છે.


સવાલ-


તેમણે લખ્યુ છે કે તેઓ આપણા શોનાં નિયમિત દર્શક છે અને હવે તેઓ આવતા મહિનેથી માસિક રૂપિયા 15000નું રોકાણ શરૂ કરવા ઇચ્છે છે. જે માટે તમણે આ મુજબનાં ફંડ પસંદ કર્યા છે? એક્સિસ બ્લુ ચીપ ફંડ રૂપિયા 3000, HDFC મિડકેપ ફંડ રૂપિયા 3000, પ્રિન્સિપાલ હાઇબ્રિડ ઇક્વિટી ફંડ રૂપિયા 3000, મિરાઇ અસેટ ઇન્ડિયા ઇક્વિટી ફંડ રૂપિયા 3000, આ ઉપરાંત મારે રૂપિયા 25000ની વધુ એસઆઈપી શરૂ કરવી છે, તો આ જ ફંડ રાખવા કે નવા ફંડની જરૂર છે. આ સાથે જ મારી પાસે રૂપિયા 4 લાખનું રોકાણ એફડીમાં છે, મારે આ રોકાણને ડેટ ફંડમાં ફેરવવું છે, તો 3 વર્ષનાં સમયગાળા માટે ક્યા રોકાણ કરવું જોઇએ?


જવાબ-


તમે 2 લાર્જકેપ, 1 મિડ કેપ અને 1 સ્મોલ કેપ ફંડ પસંદ કર્યા છે. 5-7 વર્ષ સુધી સતત રોકાણ કરવા માટે આ ફંડ સારા છે. તમે આ જ ફંડમાં રોકાણની રકમ વધારી શકો છો.


સવાલ-


એક્સિસ ઇકવિટી ફંડ ટેક્સ સેવિંગ, ડીએસપી ટેક્સ સેવર ફંડ, કોટક મલ્ટીકેપ ફંડ, શું આ રોકાણ યોગ્ય છે?


જવાબ-


તમે 2 ટેક્સ સેવિંગ ફંડ પસંદ કર્યા છે. તમે એક જ ટેક્સ ફંડની પસંદગી કરી શકે છો. કોટક સ્ટાન્ડર્ડ મલ્ટી કેપ ફંડમાં રોકાણ કરી શકાય છે.