બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે કરશો અસેટ અલોકેશન?

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું કઇ રીતે કરશો અસેટ અલોકેશન?, કેવી હોવી જોઇએ અસેટ અલોકેશન સ્ટેટર્જી, શું ધ્યાન રાખવું.


પહેલાનાં એપિસોડમાં આપણે અસેટ અલોકેશન અંગે વાતચિત કરી અને જાણ્યુ કે શા માટે રોકાણકારે અસેટ અલોકેશન પર ખાસ ધ્યાન આપવું જોઇએ. અને હવે આજે આપણે વાત કરીશું વિવિધ અસેટ અલોકેશન સ્ટેટર્જીની કે જેનાથી રોકાણકાર મહત્તમ વળતર મેળવી શકે. અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


પ્યોર અસેટ અલોકેશન ને ટેક્ટિકલ અસેટ અલોકેશન તરીકે પણ ઓળખાય છે. આ સ્ટેટર્જીમાં માર્કેટ વેલ્યુએશન પ્રમાણે અસેટ ખસેડવામાં આવે છે. જો P/E રેશિયો લો હોય તો ઇક્વિટી એક્સપોઝર વધારાય છે. જો P/E રેશિયો વધતો હોય તો ઇક્વિટી એક્સપોઝર ઘટાડાય છે.


જ્યારે P/E રેશિયો 10-12 હોય ત્યારે ઇક્વિટી એક્સોપોઝર 90 થી 100% રખાય છે. જ્યારે P/E રેશિયો 28 થી વધુ હોય ત્યારે ઇક્વિટી એક્સોપોઝર 0 થી 10% રખાય છે. પ્યુર અસેટ અલોકેશનને સમજવુ અને તેમા રોકાણ કરવું સરળ છે. પ્યુર અસેટ અલોકેશનથી માર્કેટની અમુક સ્થિતીનો લાભ લઇ શકાય છે. આ ફંડ ઇક્વિટી,આરબિટ્રેજ અને ફિક્સ ઇનકમ દ્વારા વળતર ઉપજાવે છે.


આ ફંડથી નિયમિત આવકની સાથે ફુગાવાને પણ પહોંચી શકાય છે. ઇક્વિટી ફંડ કરતા તેની વોલેટાલિટી પણ ઓછી હોય છે. આ ફંડ દરેક કેટેગરીમાં 1/3 રકમ રોકે છે. ઇક્વિટી સેવિંગ ફંડ 6% વાર્ષિક વળતર આપી શકે છે. ઉદાહરણ: જો માર્કેટ 30% તુટે તો રોકાણકારને 5%નું નુકશાન થાય છે


કરેક્શન ફેઝ દરમિયાન


ઇકવિટી સેવિંગ ફંડ કન્ઝરવેટિંવ રોકાણકાર માટે છે. આ ઓછા જોખમી ફંડ છે જેનું ઇક્વિટીમાં અલોકેશન ઓછુ છે. નવા રોકાણકાર માટે સીધા ઇક્વિટીમાં કરતા આ વિકલ્પ વધુ હિતાવહ છે. આ ફંડને માર્કેટની ચઢતી અને પડતી બન્નેમાં ફાયદા છે. જો માર્કેટ તેજીનું હોય તો રેલીનો લાભ મળશે. જો માર્કેટ તુટતુ હોય તો રોકાણ પર અસર ઘણી ઓછી થશે. 1/3 રોકાણ ઇક્વિટીમાં, 1/3 ડેટમાં અને 1/3 આર્બિટરિચમાં રોકાય છે.


બેલેન્સ એડવાન્ટેજ ફંડ


રોકાણકારને મળશે ઇક્વિટી અને ડેટ ફંડનો લાભ મળી શકે છે. સ્ટોક, ડેટ અને આર્બિટરિચનાં કમ્બાઇન પોર્ટફોલિયોનો લાભ મળી શકે છે. માર્કેટની સ્થિતી પ્રમાણે ઇક્વિટીમાં 30 થી 80% રોકાણ થાય છે. પોતાની મૂળી પર જોખમ ન લેવા માગતા રોકાણકાર માટેનો ઉત્તમ વિકલ્પ છે. બેલેન્સ ફંડની સરખામણીમાં વોલેટિલિટી ઓછી. આર્બિટરિચનાં રોકાણને કારણે ઇક્વિટી સેવિંગ ફંડ કરતા વધુ વળતર મળી શકે છે.


કેપિટલ એપ્રરિશિયેશન અને લાંબાગાળે સારૂ વળતર ઇચ્છતા લોકો માટે સારો વિકલ્પ છે. આ ફંડ તેજી, મંદી કે ફ્લેટ કોઇ પણ બજારમાં વળતર આપી શકે છે. જુદા જુદા અસેટ ક્લાસમાં રોકાણ થાય છે. મુખ્યતેવે સ્ટોક,બોન્ડ,REIT અને કૅશમાં રોકાણ થાય છે. જુદા જુદા ક્લાસમાં રોકાણ હોવાથી રોકાણનું જોખમ ઘટે છે.