બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે પસંદ કરશો તમારી બેન્ક?

ના રોજ પ્રકાશિત Wed, 27, 2019 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું બેન્કમાં રહેલા તમારા નાણાં કેટલા સુરક્ષિત, બેન્કની પસંદગી કઇ રીતે કરશો, દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ પીએમસી બેન્કમાં આવેલી સમસ્યા બાદ, બેન્કમા રહેલા આપણા નાણાં કેટલા સુરક્ષિત આ સવાલ દરેક રોકાણકારને થઇ રહ્યો છે, આ ઘટનાથી રોકાણકારોને અમુક શીખ લેવાની જરૂર છે, તો આ ઘટનાએ આપણને શું શીખવ્યુ અને આપણા નાણાંની સુરક્ષિત કઇ રીતે રાખવા આ અંગે આજે આપણે ચર્ચા કરીશુ અને આગળ જાણીશું પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સના સીએફપી અને સીઇઓ, પિયુસ શેઠ પાસેથી.


દરેક રાજ્ય અને કેન્દ્ર સરકારની બેન્ક છે. ભારતમાં ફોરેન બેન્ક પણ કાર્યરત છે. લોકલ વિસ્તારની તેમજ રીજનલ બેન્ક પણ હોય છે. પ્રાઇમરી કોપેરેટીવ સોસાયટીની બેન્ક પણ હોય છે.


બેન્કમાં ખોલી શકતા ખાતા


સેવિંગ, ફિક્સ, કરન્ટ, રિકરીંગ ડિપોઝિટ, લોન.


બેન્ક ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પે કરે છે. લિક્વિડેશનનાં 2 મહિનામાં લાએબિલિટિઝ પેમેન્ટ થાય છે. બેન્ક લાએબિલિટિ અમાઉન્ટમાંથી ડ્યુ પેમેન્ટ કરે છે.


રોકાણકાર કઇ રીતે સુરક્ષિત રહી શકે?


નેશનલાઇઝ્ડ બેન્કનો ટ્રેક રેકોર્ડ જુઓ. રોકાણ ડાઇવર્સિફાઇડ રાખો. બેન્ક,MF,પોસ્ટ ઓફિસ,સ્મોલ સેવિંગમાં રોકાણ કરો છે.જુદા જુદા જોઇન્ટ હોલ્ડરનાં ખાતા ખોલો છે.


કઇ રીતે રોકાણકારોએ બેન્ક પસંદ કરવી?


સારી સર્વિસ જોઇ છે. સમય પ્રમાણે યોગ્ય ઓનલાઇન બેન્કિંગની સુવિધા આપતી બેન્ક પસંદ કરો છે. બનેકના સર્વિસ ચાર્જ ચકાસી લેવા છે. વ્યાજદર રેપો રેટ સાથે લિન્ક હોય તેવી બેન્ક પસંદ કરો છે. બેન્કનાં ATM નેટવર્ક સારા હોવા જોઇએ. ફ્રોડ સમયે ઝડપથી સહાયતા મળે તેવી બેન્ક પસંદ કરવી છે.