બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે કરશો વિદેશ પ્રવાસનું આયોજન

ના રોજ પ્રકાશિત Tue, 30, 2018 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આ શોનું નામ જ તેનો અર્થ સમજાવે છે. દરેક કંપનીને મેનેજ કરવા તેના મેનેજર હોય છે અને તેવી જ રીતે તમારા નાણાંને મેનેજ કરવા મની મેનેજર છે. આજના મની મેનેજરમાં જાણીશું ફોરેન ટ્રાવેલ માટેનું આયોજન, આયોજનમાં કઇ કઇ બાબાતોનું ધ્યાન રાખવું?, વિદેશ પ્રવાસ માટેની ટિપ્સ.


હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યાર પછી ડિસેમ્બરમાં ક્રિસમસ, આવા તહેવારોનાં સમયે વેકશન સમયે ઘણા ફેમલિ ફોરેન ટ્રાવેલ પ્લાન કરતા હોય છે, તો જો આ ફેસ્ટીવ સિઝનમાં તમે પણ ફોરેન ટુર પ્લાન કરવા અંગે વિચારતા હો તો આજનો એપિસોડ તમારા માટે ખાસ છે, કારણ કે આજે આપણે વાત કરીશું કે ફોરેન ટ્રાવેલ માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખક કલ્પેશ આશર.


વિદેશ જવાની ખુશી અને એક્સાઇટમેન્ટ અલગ જ હોય છે. ફોરેન ટ્રીપનું આયોજન ઘણુ પહેલા કરવું જોઇએ. વિદેશ પ્રવાસનું બજેટ પહેલાથી બનાવો જોઇએ. પરિવારનાં કેટલા લોકો વિદેશ જવાનાં છે, તેના પર બજેટ બનાવવું જરૂરી છે. રિસર્ચ કર્યા પછી એજન્ટ કે જાતે બુકિંગ કરવા જોઇએ. એરલાઇનનું બુકિંગ વેલ ઇન એડવાન્સ કરવું જોઇએ. વેકેશન માટે પર્સનલ લોન લેવી યોગ્ય નથી.


પર્સનલ લોન પર ઘણુ મોટુ વ્યાજ ભરવું પડશે. વેકેશનનું આયોજન પ્રિ-પ્લાન ફંડથી કરો છો. વેકેશન માટે કૅશ ફ્લો પર અસર ન આવે તે રીતે સરપ્લસનો ઉપયોગ કરો છો. વિદેશ પ્રવાસ વખતે ખર્ચનાં 20 ટકા જેટલા કેશ સાથે રાખી શકાય છે. વિદેશ પ્રવાસ વખતે ફોરેક્સ કાર્ડ રાખવો ખૂબ જરૂરી છે. ફોરેક્સ કાર્ડનો ઉપયોગ તમે વિદેશમાં ડેબિટ કાર્ડની જેમ કરી શકો છો.


ફોરેક્સ કાર્ડમાં તમે જે તે દેશની કરન્સીમાં લોડ કરાવી લઇ જઇ શકો છો. ફોરેક્સ કાર્ડ અહીથી લોડેડ હોય છે માટે તમે ફોરેન કરન્સીમાં પે કરો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માત્ર હોટલ બુકિંગ માટે પ્રિઓથોરાઇઝ રકમ માટે કરવો જોઇએ. શોપિંગ,ફુડ,ટ્રાવેલ વગેરે માટે ફોરેક્સ કાર્ડ વાપરો છો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં હેલ્થ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે.


ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં બેગેજ કે પાસપોર્ટ લોસનો સમાવેશ થાય છે. બેન્ક ખાતાનાં એક્સેસ માટે ભારતનો મોબાઇલ નંબર ચાલુ રાખવો જોઇએ. જરૂરી ઇન્ટરનેશનલ રોમિંગની સુવિધા લેવી જરૂરી છે. વિદેશ પ્રવાસ પહેલા આઉટ સ્ટેન્ડિંગ પેમેન્ટ કરી દેવા છે. તમારા EMI અને SIP માટે જરૂરી ફંડ બેન્કમાં હોવુ જોઇએ. ફોરેક્સ કાર્ડને વિદેશથી અપડેટ કરી શકો તેટલુ ફંડ પણ રાખવો જોઇએ.