બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પગાર વધારા પછી કઇ રીતે કરશો આયોજન?

ના રોજ પ્રકાશિત Sat, 04, 2019 પર 12:21  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં જાણીશું ઇન્ક્રિમેન્ટ અને નાણાંકિય આયોજન, પગાર વધારાથી કઇ રીતે વધારી શકશો ભંડોળ, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં અમે તમને ઘણી વાર કહેતા હોઇએ છીએ કે આવક વધતા તમારા રોકાણ વધારો, અને હવે તો સમય ચાલી રહ્યો છે અપરાઇઝલ્સ અને ઇન્ક્રીમેન્ટનો. હવે તમારા પગાર વધારાની સાથે જ જો તમે તમારા નાણાંકિય આયોજનમાં થોડો ફેરફાર કરો એટલે કે રોકાણમાં વધારો કરો. તો તમને કેટલો મોટો લાભ મળી શકે છે, તે અંગેની જાણકારી લઇએ વેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટનાં ફાઉન્ડર ભાવેશ દમનિયા પાસેથી.


માસિક રૂપિયા 50,000ની એસઆઈપી 10 વર્ષ સુધી કરવાથી રૂપિયા 60 લાખ રૂપિયા 1.05 કરોડનું ભંડોળ બનશે. રૂપિયા 5000ની એસઆઈપી વધારતા રૂપિયા 87 લાખ રૂપિયા 1.51 કરોડનું ભંડોળ બની શકે છે. રૂપિયા 5000ની માસિક એસઆઈપી રૂપિયા 46 લાખનું ભંડોળ બનાવી શકે છે. જો આ જ એસઆઈપી 15 વર્ષ માટે થાય તો ભંડોળ રૂપિયા 2.24 કરોડ છે.


પાવર ઓફ કમ્પાઉન્ડિંગ-


10 વર્ષની એસઆઈપીમાં રૂપિયા 60 લાખ 1.05 કરોડ બની શકે છે. 15 વર્ષની એસઆઈપીમાં રૂપિયા 90 લાખ 2.24 કરોડ બની શકે છે. રોકાણમાં 5 વર્ષ માટે 30 લાખનાં વધારાથી ભંડોળ 100 ટકા વધી શકે છે. એસઆઈપી ડિલેયની અસર થાય છે. રૂપિયા 25000ની એસઆઈપીથી 10 વર્ષમાં રૂપિયા 58.08 લાખનું ભંડોળ બની શકે છે. એસઆઈપી એક વર્ષ મોડી શરૂ થાય તો ભંડોળ રૂપિયા 48.70 બનશે. એસઆઈપીમાં એક વર્ષ મોડુ થવાથી ભંડોળમાં રૂપિયા 9.38 લાખનો ઘટાડો છે.