બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્રેડિટ રિપોર્ટ કઇ રીતે થાય છે ખરાબ?

ના રોજ પ્રકાશિત Wed, 27, 2019 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ક્રેડિટ રિપોર્ટ અંગે ચર્ચા, ક્રેડિટ રિપોર્ટ કઇ રીતે થાય છે ખરાબ, દર્શકોનાં સવાલ.


આપણે ક્રેડિટ સ્કોર અંગે મની મેનેજરમાં ઘણી વખત વાત કરતા હોઇએ છીએ. ક્રેડિટ સ્કોર એક વખત ખરાબ થાય તો તેને સુધારવામાં લાંબો સમય લાગતો હોય છે, માટે આપણે ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપવું જરૂરી છે પણ આટલુ પુરતુ નથી તમારો ક્રેડિટ રિપોર્ટ કેવો છે તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે, તો ક્રેડિટ રિપોર્ટનું મહત્વ અને તે કઇ રીતે ખરાબ થાય છે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશુ અને આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી.


તમારા નાણાકિય ઇતિહાસની માહિતી એટલે ક્રેડિટ સ્કોર છે. ક્રેડિટ સ્કોર મેળવવા માટે કોઇ કિમત ચુકવવી પડતી નથી. ક્રેડિટ રિપોર્ટ મેળવવા માટે કિમત ચુકવવી પડે છે. ક્રેડિટ રિપોર્ટમાં ક્યારે લોન લીધી ક્યારે ક્યારે ભારી વગેરે તમામ મહિતી મળી શકે છે. ઘણી વાર 0 ટકા ઇએણઆઈ પર ખરીદી થતી હોય છે. તમામ લોનનો સમાવેશ ક્રેડિટ રિપોર્ટમાં થશે. ક્રેડિટ સ્કોર નક્કી કરવા માટે ઘણા ફેરટર્સ પર ધ્યાન અપાય છે.


ક્રેડિટ સ્કોરમાં તમે કેટલા ક્રેડિટ કાર્ડ રાખો છો તેની પણ નોંધ લેવાય છે. અમુક વખત ક્રેડિટ સ્કોર સારો હોવા છતા ક્રેડિટ રિપોર્ટ ખરાબ હોય શકે છે. ઘણી જગ્યાએ લોન અપ્લાઇ કરાવથી ક્રેડિટ રિપોર્ટ બગડી શકે છે. દરેક લોન આપતા પહેલા ક્રેડિટ સ્કોર કે ક્રેડિટ રિપોર્ટ જોતા હોય છે. પોતાનો ક્રેડિટ રિપોર્ટ લઇ તેને વાંચવો જરૂરી છે.