બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે કપાય છે ટીડીએસ?

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. આજના મની મેનેજરમાં જાણીશું ટીડીએસ અંગેની સમજ, બજેટમાં કરવામાં આવેલા ટીડીએસનાં ફેરફાર, દર્શકોનાં સવાલ.


આ બજેટમાં ટીડીએસને લગતી જોગવાઇઓમાં અમુક ફેરફાર કરવા માં આવ્યા છે, તો આજે આપણે ટીડીએસ એટલે શું, કઇ રીતે કપાઇ છે અને તેમા થયેલા ફેરફાર ક્યા છે તે સમજીશુ અને આગળ જાણકારી લઇશું પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સનાં સીએફપી અને સીઈઓ, પિયુષ શેઠ પાસેથી.


અમુક કરતા વધારે આવક પર ટીડીએસ કપાય છે. પેમેન્ટ કરનાર ટીડીએસ કાપવા માટે જવાબદાર છે. સાથે જ તેણે ટીડીએસ સરકારને જમા કરાવવાનો રહેશે. Form 26Asને ટેક્સ ડિપાટમેન્ટની e-filing website સાથે લિન્ક છે. ઇનકમ ટેક્સ રિટર્ન ભરતા પહેલા Form 26AS ચકાસી લેવુ છે.


કઇ રીતે ટીડીએસથી બચી શકાય?


એક્શમ્પશ લિમિટથી ઓછી આવક હોયતો Form 15G/H ફાઇલ કરી શકાય છે. Form 15G સિનિયર સિટિઝન સિવાયનાં રેસિડન્ટ ઇન્ડિયન માટે ઉપયોગી થશે. Form 15 H રેસિડન્ટ ઇન્ડિયન સિનિયર સિટિઝન માટે ઉપયોગી થશે. આ ફોર્મ નાણાંકીય વર્ષની શરૂઆતમાં જમા કરવાનાં રહેશે.


આ બજેટમાં ટીડીએસમાં થયેલા ફેરફાર


રૂપિયા 50 લાખથી વધુનાં સિંગલ પેમેન્ટ પર 10 ટકા ટીડીએસ કપાશે. લગ્નનાં સમારંભ, રિનોવેશન વગેરેનાં પેમેન્ટ પર 10 ટકા ટીડીએસ કપાશે.


ટીડીએસ ક્યાં પેમેન્ટ પર લાગશે?


પાર્કિંગ ચાર્જ, મેન્ટેન્સ ચાર્જ, ક્લબ મેમ્મરશીપ, ઇલેક્ટ્રીક બિલ, વોટરબીલ વગેરે વગેરે પર લાગી શકે છે.


પ્રોપર્ટી ટીડીએસ 1 સપ્ટેમ્બર 2019થી કપાશે. 50,000 થી વધુનાં ભાડા પર ટીડીએસ કપાશે. Sec 10 (10D) મુજબ પોલિસીની મેચ્યુરિટી પ્રોસીડ કરમુક્ત હોય છે. પણ જો વાર્ષિક પ્રિમિયમની રકમ પ્રિમિયમની રકમ કરતા 10 ગણી હોયતો ટીડીએસ લાગશે. ટેક્સેબલ ઇન્શ્યોરન્સ પોલિસી પર હવે 5 ટકા ટીડીએસ લાગશે. પહેલા મેચ્યુરિટી પર 1 ટકા ટીડીએસ કપાતો હતો.