મની મેનેજર: પોર્ટફોલિયોનો કેટલો હિસ્સો ડેટમાં હોવો જોઈએ? - money manager how much of a portfolio should be in debt | Moneycontrol Gujarati
Get App

મની મેનેજર: પોર્ટફોલિયોનો કેટલો હિસ્સો ડેટમાં હોવો જોઈએ?

આગળ જાણકારી લઈશું મની મંત્રના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

અપડેટેડ 11:39:23 AM Jan 11, 2023 પર
Story continues below Advertisement

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ડેટના રોકાણ અંગે ચર્ચા, ઉંમર પ્રમાણે ડેટ પોર્ટફોલિયો, કઇ રીતે કરશો ડેટમાં રોકાણ.

મની મેનેજરમાં આજે આપણે ડેટના રોકાણને લઇને વિસ્તૃત માહિતી મેળવીશુ અને જાણીશુ કે ડેટમાં રોકાણ કરવુ શા માટે જરૂરી છે અને ખાસ કરીને કઇ ઉંમરના લોકોનુ ડેટમાં કેટલુ રોકાણ હોવુ જોઇએ. આગળ જાણકારી લઈશું મની મંત્રના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

ડેટના રોકાણમાં જોખમ ઘણુ જ ઓછુ રહેલુ હોય છે. ડેટમાં ટ્રેઝરી બીલ, સરકારી સેક્યુરિટી, ડેટ MF વગેરેનો સમાવેશ થાય છે. ડેટના રોકાણ સ્થીર રિટર્ન આપી શકે છે. ડેટના રોકાણથી તમે જરૂરના સમયે લિક્વિડિટી મેળવી શકો છો.

ડેટ અન્ય અસેટ ક્લાસ કરતા પ્રમાણમાં ઓછો જોખમી છે. ડેટના રોકાણ દ્વારા રેગ્યુલર ઇનકમ મેળવી શકાય છે. ડેટ અસેટ ક્લાસને પણ ક્રેડિટ અને વ્યાજદરનુ જોખમ લાગુ પડે છે. હાલની સ્થિતીમાં શોર્ટથી મિડીયમ ડ્યુરેશન ફંડમાં રોકાણ કરી શકાય છે.

સવાલ -
NFOમાં રોકાણ કરવુ જોઇએ કે હાલના ફંડમાંજ નવી SIP કરવી જોઇએ


જવાબ-

જો અગર નવી સ્ટ્રીટીજી હશે તો NFOમાં કરવું જોઈએ. હંમેશા સરખા ફંડમાં SIP કરવું તે સારૂ રેહશે.

સવાલ-
દિકરીની ઉંમર 10 વર્ષ છે એને માટે સોનુ ભેગુ કરવુ છે, ગોલ્ડ ફંડ, ETF, ફિઝીકલ ક્યુ માધ્યમ યોગ્ય રહી શકે?

જવાબ-

10 વર્ષ ટારગેટ છે તો SGB - Sovereign Gold Bondના માધ્યથી રોકાણ કરો. 7 વર્ષનો લોકઈન છે. 2.5 ટકા વ્યાજ છે. 5 વર્ષ પછી લિક્વિડિટી પણ મળી શકે છે. અને ગોલ્ડના પ્રાઈઝ પ્રમાણે મેટ્રુરીટી મળશે.

સવાલ-
tata digital India fund માં 7500નુ રોકાણ 7 મહિનાથી કરુ છુ, આ રોકાણ ચાલુ રાખવુ જોઇએ. 5 વર્ષ માટે આ રોકાણ શરુ કર્યું હતુ

જવાબ-

હા, ચાલુ રખવુ જોઈએ સારો સમય છે એસઆઈપીના રૂટથી ડિજિટલ (IT) જેવા સેક્ટરમાં રોકાણ કરવા માટે.

 

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2023 6:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.