બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: દરેક રોકાણ કેટલું સુરક્ષિત?

ના રોજ પ્રકાશિત Mon, 16, 2016 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આજે એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે દરેક રોકાણ કેટલું સુરક્ષિત? રોકાણમાં રહેતા hidden risk. શું કરવું જોઈએ?

નાણાં સાથે એક શબ્દ એકદમ free આવે છે તે છે risk. નાણાં ઘરમાં રાખો તો ચોરાવાનું risk, શૅર બજારમાં રોકો તો ડૂબાવાનું risk. એથી વિશેષ, મ્યુચ્યુઅલ ફંડ કે FD, RD કરો તો પણ થોડું રિસ્ક તો રહે જ છે. તો આજના મની મૅનેજરમાં આપણે વાત કરીશું કે તમારા નાણાંને તમે જે સ્થાને risk free સમજી રોક્યા છે તે કેટલા અંશે છે risk free..!! આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્ન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

રિસ્ક ફ્રિ રોકાણ એફડી માં રોકાણ નોન ટ્રાન્સપેરેન્ટ હોય છે. રિસ્કના પ્રકાર ટ્રાન્સપેરેન્ટ રિસ્ક, નોન ટ્રાન્સપેરેન્ટ રિસ્ક. જ્યારે આપણા નાણાં આપણે રોકાણમાં આપી એટલે સિસ્ટેમેટિક રિસ્ક થયું કહેવાય. દરેક રોકાણમાં નાના-મોટા અંશે રિસ્ક રહે છે. સિસ્ટેમેટિક રિસ્કને ડાઈવર્સિફાઈડ ન કરી શકાય. સિસ્ટેમેટિક રિસ્કને સમયગાળામાં વહેચી શકાય છે.


અન સિસ્ટેમેટિક રિસ્કને અલગ-અલગ એસેટ ક્લાસમાં રોકવામાં આવે છે. અન સિસ્ટેમેટિક રિસ્કને ઓછો કરવા માટે ડાઈવર્સિફિકેશન ઉપાય કહી શકાય. રિસ્ક અને રિટર્ન એકબીજા સાથે જોડાયેલા છે. મિસમેચ રિસ્ક, ઈન્ફ્લેશન રિસ્ક, ઈન્ટરેસ્ટ રેટ રિસ્ક, માર્કેટ રિસ્ક. માર્કેટ ટાઈમિંગ રિસ્ક, ડાઈવર્સિફાઈડ ન કરવાનું, લિક્વીડીટી રિસ્ક, ક્રેડિટ રિસ્ક. લેજીસ્લેટિવ રિસ્ક, ગીયરિંગ રિસ્ક. દરેક રોકાણમાં મોંઘવારીની અસર થતી જ રહે છે.


ફૂગાવાના દરના કારણે વળતરમાં ઘટાડો થયો હોય તેમ કહી શકાય. ફૂગાવાના દરના કારણે વળતરના પર્ચેસિંગ પાવરનો ઘટાડો ઈન્ફ્લેશન રિસ્ક છે. રિઈન્વેસ્ટ સમયે રોકેલા નાણાં વળતર ઘટે તે પણ એક જોખમ છે. લેવરેજિંગ રિસ્ક એ નાણાં ઉધાર લઈ કરેલું રોકાણ કહેવાય. ક્યારેય પણ લોન લઈ રોકાણ ન કરવું જોઈએ. મિસમેચ રિસ્ક એટલે જ્યારે નાણાંની જરૂરત પડે ત્યારે નાણાં ઉપયોગમાં ન આવે.