બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પેમેન્ટ વોલેટ અને બેન્કની રકમ કેટલી સેફ?

ના રોજ પ્રકાશિત Wed, 18, 2019 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય આયોજનમાં જેટલુ મહત્વ બચત અને રોકાણનું છે એટલુ જ સુરક્ષાનું પણ છે અને અને મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું પેમેન્ટ વોલેટ અને બેન્ક ખાતાને કઇ રીતે રાખશો સુરક્ષિત, ચિટનાં ટ્રેપથી કઇ રીતે બચશો? દર્શકોનાં સવાલ.


તાજેતરમાં આપણને એવા ઘમા સમાચાર સાંભળવા મળ્યા છે કે કોઇનાં પેમેન્ટ વોલેટમાંથી કે બેન્ક અકાઉન્ટમાંથી અમુક રકમ ચીડ અને ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરાઇ છે, તો આવા ટ્રેપમાં તમે ન ફસાવ તે માટે કેવી કાળજી રાખવી તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


ઘણા લોકોને KYC કરી લેવાનાં મેસેજ મળી રહ્યાં છે. જે પેમેન્ટ વોલેટમાં તમારૂ અકાઉન્ટ હશે, તેને માટે આ મેસેજ હશે. ઓફર્સ, ફ્રી ગિફ્ટ અને ડિસ્કાઉન્ટનાં મેસેજ પણ હોય છે. આ દરેક હેકિંગ અટેક હોય શકે છે. લોકોએ પોતાનાં ખાતામાંથી રકમ ગુમાવ્યા હોય એવા કિસ્સા સામે આવ્યા છે. આવા મેસેજમાં ફોનનંબર અપાય છે.


જ્યારે એ નંબર પર ફોન કરીએ ત્યારે એક એપ ડાઉનલોડ કરવાનું કહેવાય છે. આ એપથી તમારા ફોનની ડિટેલ એક્સેસ થઇ શકે છે. જેને કારણે બીજા લોકોને તમે ફોનમાં શું કરો છો તે ખબર પડે છે. ફોન સાથે લિન્ક પેમેન્ટ વોલેટને ટાર્ગેટ કરાય છે. તમારા બેંક ખાતામાંથી મોટી રકમની હેરફેર થઇ શકે છે. આવા હેકમાં ન ફસાય તેની તકેદારી રાખવી જોઇએ.


ફ્રી ઓફર્સનાં લોભમાં પડવું નહી. ડિસ્કાઉન્ટ અને સેવિંગની લાલચ ના કરો. તમારી આસપાસ શું બની રહ્યું છે તેના પર ધ્યાન આપો. કોઇએ તમને ડાઉનલોડ કરવા કહ્યું હોય તેવી કોઇ એપ ડાઉનલોડ ના કરો. પર્સનલ માહિતીઓ કોઇને પણ જણાવવી નહી.


સવાલ-


તેમને SBI લાઇફ બિલ્ડર પ્લાન લેવો છે, એમની ઉંમર 30 વર્ષ અને વાર્ષિક આવક `6 લાખ છે. સાથે જ તેમણે લખ્યુ છે કે રિસ્ક કવર કરતા મને હાઇ રિટર્ન પર વધુ ધ્યાન આપવું છે. તો આ પ્લાન મારે માટે યોગ્ય છે કે મારે MFમાં રોકાણ કરવું જોઇએ?


જવાબ-


એસબીઆઈ લાઇફ બિલ્ડર પ્લાન યુનિટ લિન્ક ઇન્શ્યોરન્સ પ્લાન છે. ઇન્શ્યોરન્સ અને રોકાણ અલગ રાખવું જોઇએ.


સવાલ-


ગણેશ રાજપુતનો. તેમણે લખ્યુ છે કે HDFC મિડ કેપમાં હુ 3 વર્ષથી SIP કરૂ છુ. જે હાલ પરફોર્મન્સ નથી બતાવી રહ્યું. તો હવે શુ કરવું જોઇએ?


જવાબ-


તમારે એક ફંડ નહી તમારા સમગ્ર પોર્ટફોલિયોની સમીક્ષ કરવી જોઇએ. તમારા પોર્ટફોલિયોમાં લાર્જકેપ, મિડકેપ, સ્મોલકેપ દરેક ફંડ હોવા જોઇએ.