બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: એનઆરઆઈએ કઇ રીતે કરવું જોઇએ ભારતમાં રોકાણ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2017 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. હું આપનું સ્વાગત કરુ છું તમારા ફેવરેટ શો મની મૅનેજરમાં, એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે વાત કરીશુ એનઆરઆઈ માટે ભારતમાં રોકાણનાં વિકલ્પો અંગે, એનઆરઆઈએ કઇ રીતે કરવું જોઇએ ભારતમાં રોકાણ અને સાથે જ લઇશુ દર્શકોનાં સવાલ.

ભારતીય મૂળનાં પરંતુ ભારતની બહા સ્થાયી થયેલા ભારતીયો જો ભારતમાં રોકાણ કરવા ઇચ્છે,તો તેમની પાસે રોકાણના ક્યા વિકલ્પો છે અને આ રોકાણ કઇ રીતે કરી શકાય? આ અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે એનઆરઆઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. એનઆરઆઈ સોનામાં રોકાણ કરી શકે છે. એનઆરઆઈ ડેટમાં રોકાણ કરી શકે છે. એનઆરઆઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકે છે. એનઆરઆઈ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકશે નહી. એનઆરઓ ખાતુ એટલે એવુ ખાતુ જેમા એનઆરઆઈ થયા તે પહેલાનાં રોકાણ હોય.


એનઆરઆઈ ખાતુ એટલે એવુ ખાતુ જેમા બહારનાં દેશમાંથી નાણાં જમા કરાવી શકાય. એનઆરઆઈ જે તે સમયનાં નિયમોનું પાલન કરી રોકાણ કરવાનું રહેશે. સોનામાં રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે ઈટીએફ લઇ શકે. એનઆરઆઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકે છે. એનઆરઆઈ, હવે એનપીએસ કે પીપીએફમાં રોકાણ કરી શકશે નહી.


એનઆરઆઈ ઓફશ્યોર્સ ફંડનો વિકલ્પ લઇ શકે. ઓફશ્યોર્સ ફંડ દ્વારા અન્ય દેશમાંથી ભારતમાં રોકાણ થઇ શકશે. જે લોકો પાછા ભારત ફરવાના નથી તેમને માટે ઓફશ્યોર્સ ફંડ સારો વિકલ્પ છે. એનઆરઆઈએ અક્રોસ ગ્લોબ ડાઇવર્સિફાઇડ કરવો જોઇએ. ભારતમાં જે જવાબદારી છે તેને માટેનાં રોકાણ ભારતમાં કરવા જોઇએ.


રોકાણ પહેલા ફોરેન એકસચેન્જ રિસ્કની ગણતરી કરવી જરૂરી. એનઆરઆઈ જેતે દેશમાંથી ઓનલાઇન વિકલ્પોથી સીધુ રોકાણ કરી શકે છે. રિયલ એસ્ટેટનાં રોકાણ માટે ભારત આવવુ જરૂરી છે. ભારતની બેન્કની બ્રાન્ચ દ્વારા જે તે દેશમાંથી રોકાણ કરી શકે. એનઆરઆઈ માટે હાલમાં આધારકાર્ડ લિન્ક કરવું ફરજીયાત નથી.


આધારકાર્ડ લિન્ક કરવાનાં નિયમો ભવિષ્યમાં બદલાઇ શકે. એનઆરઆઈ એ બન્ને દેશમાં પોતાનુ વીલ બનાવવા જોઇએ. અમુક દેશમાં ડબલ ટેક્સન લાગે તે માટેનાં નિયમો લાગુ છે. અમુક રોકાણ પર ભારતમાં ટેક્સ નથી લાગતો પણ અન્ય દેશમાં ટેક્સ લાગી શકે. ટેક્સ નિષ્ણાંતની સલાહથી રોકાણ કરવા વધુ હિતાવહ છે. ભારતમાં કોઇને પાવર ઓફ એટર્ની આપવી જરૂરી છે.

સવાલ: આ ઇમેલ આવ્યો છે સાઇજીવન ગર્ગનો પંજાબથી તેમનો સવાલ ઘણો લાંબો છે જો હુ તમને ટુંકમાં જણાવુતો 37 વર્ષનાં આ ભાઇની નોકરી છુટી ગઇ છે, તેમની પાસે રૂપિયા 70 લાખની એફડી છે, જે 6-7 મહિના પછી મેચ્યુર થવાની છે. તેમનો માસિક ખર્ચ રૂપિયા 45,000 છે. પરિવારમાં પત્ની બે બાળકો અને માતા-પિતા છે, અન્ય રોકાણમાં તેમની પાસે પીપીએફ એકાઉન્ટમાં 6.89 લાખ છે અને રૂપિયા 3.06 લાખનું રોકાણ એચડીએફસી હાઉસિંગ ઑપરચ્યુનિટિ ફંડમાં થોડા સમય પહેલાજ કર્યું છે. તેમણે લખ્યુ છે કે હવે હું આ બચતની રકમથી નિયમિત આવક મેળવી શકુ એવુ માર્ગદર્શન આપશો.

જવાબ: સાઇજીવનભાઇને સલાહ છે કે એફડીની રકમથી અન્ય રોકાણ કરી માસિક વળતર મેળવી શકો.

સવાલ: આઇમેલ આવ્યો છે મનીષ હરસોરાનો ગુજરાતથી. તેમણે જણાવ્યુ છે કે હુ માસિક રૂપિયા 3000 અને વાર્ષિક રૂપિયા 40,000 બચાવુ છુ. મારી દિકરી હાલ 4 વર્ષની છે, તે 20 વર્ષની થાય ત્યારે તેને સારી રકમ મળે એવુ આયોજન સુચવશો.

જવાબ: મનીષભાઇને સલાહ છે કે સુકન્યા સમૃધ્ધી યોજનામાં રોકાણ કરી શકાય. ઇક્વિટી બેઇઝ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ કરી શકાય.