બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે બનશે એસઆઈપી સહેલી

ના રોજ પ્રકાશિત Mon, 09, 2017 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે એસઆઈપી દ્વારા રોકાણ કઇ રીતે બની રહ્યાં છે સરળ. કઇ રીતે બનશે એસઆઈપી સહેલી અને સાથે જ લઇશુ દર્શકોનાં સવાલ.

ટીપે ટીપે સરોવર ભરાય, આ બાબત એસઆઈપી દ્વારા રોકાણને સાર્થક કરે છે. એસઆઈપી રોકાણનું એ માધ્યમ છે જેના દ્વારા તમે નાની કે મોટી કોઇ પણ રકમનું રોકાણ સતત કરી શકો છો. જે તમને તમારા નાણાંકિય ધ્યેય સુધી પહોંચાડશે અને હવે આ નાના નાના રોકાણનાં પગલા સમાન એસઆઈપી વધુ સરળ બની રહી છે, કઇ રીતે તે જાણીશુ આજના મની મેનેજરમાં. સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.

અર્ણવ પંડ્યાનાં મતે રોકાણકારો માટે એસઆઈપી રોકાણનું સૌથી સરળ માધ્યમ છે. એસઆઈપી દ્વારા રૂપિયા 500 જેવી નાની રકમનુ પણ રોકાણ કરી શકાય છે. એસઆઈપી દ્વારા નાના રોકાણથી પણ ડાયવર્સિફાયડ પોર્ટફોલિયો મેળવી શકાય. એસઆઈપી દ્વારા ઇક્વિટી ફંડમા રોકાણ કરી ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવી શકાય. એસઆઈપી દ્વારા ઇક્વિટીમાં રોકાણની લોકપ્રિયતા વધી રહી છે.


એસઆઈપી-દર મહિનાની નિયત તારિખે ચૌક્કસ રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવું. એસઆઈપીમાં રોકાણ કરવા માટે અમૂક નિયમો હોય છે. જેમકે તમારૂ રોકાણ અમૂક ચૌક્કસ તારિખે થવું જોઇએ. નિયત તારિખે તમારા ખાતામાં રોકાણ માટે પુરતુ ફંડ હોવુ જરૂરી. એમએફ દ્વારા અમૂક તારિખો રોકાણ માટે નિયત કરવામાં આવી છે. રોકાણકારોએ આમાંથીજ કોઇ એક તારિખ પસંદ કરવાની હોય છે.


મોતિલાલ ઓસ્વાલે વિકલ્પ આપ્યો છે કે રોકાણકાર તારિખ પોતે પસંદ કરી શકે. આ વિકલ્પથી રોકાણકાર માટેની સરળતા વધશે. આ સરળતાથી રોકાણકાર એસઆઈપી કરવા પ્રોત્સાહિત થશે. રોકાણકારને તારિખની પસંદગી મળતા રોકાણકાર માટે રોકાણનાં વિકલ્પો વધશે. ગ્રાહકોની સરળતા પર મ્યુચ્યુઅલ ફંડ ધ્યાન આપી રહ્યાં છે.

સવાલ: તેમણે તેમનો પોર્ટપોલિયો આપણને જણાવ્યો છે. અને તેમનો ધ્યેય 15 વર્ષમાં `5 કરોડ ભેગા કરવાનો છે. તો તેમનો પોર્ટપોલિયો યોગ્ય છે કે તેમા બદલાવ કરવા જોઇએ તે અંગે જાણકારી માંગી છે.

જવાબ: ચિંતનને સલાહ છે કે ધ્યેયનો સમયગાળો નાનો અને રકમ મોટી છે. આ ધ્યેય માટે હાલનું રોકાણ ઘણું ઓછુ છે. તમારો ધ્યેયનો સમયગાળો વધારવો અથવા ધ્યેયની રકમ નાની કરવી. પસંદ કરેલા ફંડ યોગ્ય છે, રોકાણની રકમ વધારવી જરૂરી.

સવાલ: ભાવિન પટેલનો મહેસાણાથી ભાવિન લખે છે તમારા શો જોયા પછી મને એસઆઈપીમાં રોકાણ કરવાની ઇચ્છા થાય છે, હુ લાંબાગાળા સુધી રોકાણ કરીશ તો મારે એસઆઈપીમાં રોકાણથી શરૂઆત ક્યાથી કરવી અને કેટલી રકમથી કરવી જોઇએ.

જવાબ: ભાવિનભાઈને સલાહ છે કે એસઆઈપી દ્વારા રોકાણ લાંબા સમય માટે કરવું જરૂરી. રોકાણ ધ્યેય પ્રમાણે કરવા જોઈએ. તમારા નાણાંકિય ધ્યેય માટે સમયગાળો પણ નક્કી કરવો જરૂરી. રોકાણની શરૂઆત લાર્જકેપથી કરી શકાય. એસઆઈપી દ્વારા રોકાણ લાંબા સમય માટે કરવું જરૂરી. રોકાણની શરૂઆત એક ફંડથી કરી ધીમે ધીમે ફંડ વધારી શકાય.

સવાલ: રાકેશ રાજણીએ ઇમેલ દ્વારા લખ્યુ છે કે તેમને ગોલ્ડ બોન્ડ અંગે માહિતી જોઇએ છે. શું ગોલ્ડ બોન્ડ ટેક્સ સેવર બોન્ડ છે? જો હોયતો 80c કે બીજી કોઇ કલમ હેઠળ ટેક્સ સેવિંગ થશે તે જણાવશો.

જવાબ: રાકેશને સલાહ છે કે ગોલ્ડ બોન્ડ ટેક્સ સેવિંગ બોન્ડ નથી.