બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: તામારા રોકાણ પર બજેટની કેવી અસર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 10:22  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરનાં આ પ્રિબેજટ સ્પેશલ એપિસોડમાં સ્વાગત છે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું. આ બજેટમાં શું હોય શકે ખાસ?, બજેટ પાસેથી અપેક્ષાઓ, કઇ રીતે થશે આપણા બજેટ પર અસર.


યુનિયન બજેટ આવવાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે બજેટ પાસેથી આશા અને અપેક્ષાની ચર્ચાઓ ચરમ સીમાએ છે. આજે આપણે પણ મની મેનેજરનાં આ સ્પેશલ એપિસોડમાં વાત કરીશું કે આવનારૂ બજેટ દ્વારા કેવા ફેરફાર થવા જોઇએ અને તેની અસર કેવી રહેશે તો આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગીક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે આ બજેટમાં દરેક વર્ગનાં લોકોને લાભ અપાઇ શકે છે. ભારતનું અર્થતંત્ર બદલાય રહ્યું છે. નોટબંધી અને જીએસટી ભારતીય અર્થતંત્ર માટે ફેરફાર કર્યા છે. આ બજેટમાં પગારદાર વર્ગને લાભ અપાઇ શકે છે. હાલમાં ટેક્સ એક્સમ્સન લિમિટ રૂપિયા 2.5 લાખ છે. સરકારે આ લિમિટ બદલવી જાઇએ. આ બજેટમાં ટેક્સ એક્સમ્સન લિમિટ વધી શકે છે. ટેક્સ એક્સમ્સન લિમિટની રકમ પર ટેક્સ લાગતો નથી.


ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે સરકારનો ફોકસ ગ્રોથ પર છે. જીડીપી વધારી સકાય એવા પ્રયાસ થઇ શકે છે. જીએસટીથી ઘારેલી રેવેન્યુ નથી આવી રહી. સરકારને ટેક્સ રેવેન્યુની જરૂર છે. જીએસટી થોડો સમય ફેરફાર થતા રહેશે.


ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશરનું કહેવુ છે કે લોંગટર્મ કેપિટલ ગેઇન્સ ઇક્વિટી માર્કેટનું એન્જીન છે. બાલ ગ્લોબલિ ઇક્વિટી માર્કેટમાં પશુ છે. લોંગટર્મ કેપિટલ ગેઇન આવવાની શક્યતા ઓછી લાગી રહી છે. ભારતનું અર્થતંત્ર સુધરી રહ્યું છે. સરકાર સામે બાલ ઘણા પડકાર છે. પોપ્યુલિસ્ટ બજેટ આવવાની સંભાવના નથી લાગી રહી.


સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગીક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે ડીડીટીમાં ફ્રેન્કિંગ લાવાવું જોઇએ. ડીડીટી વાવા રોકાણકાર માટે નુક્સાનકારક છે. ડીડીટીમાં ફ્રેન્કિંગ થાય તો ટેક્સ દરેકને માટે સમાન બને છે. ટેક્સ સ્લેબને ઇન્ડેક્સેશન નંબર સાથે લિન્ક કરવો જોઇએ. દરેક હેજટ વખતે સ્લેબ બદલાવાની અટક્ળો થતી હોય છે. રૂપિયા 50000ની લિમિટમાં વધારા બાદ કોઇ ફેરફાર થયા નથી.