બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ફાઇનાન્શિયલ ફુલ બનવાથી કઇ રીતે બચવુ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2019 પર 15:38  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ફાઇનાન્શિયલ ફુલ બનવાથી કઇ રીતે બચવુ, કોણ બનાવી શકે તમને ફાઇનાન્શિયલ ફુલ, કઇ બાબતો ધ્યાને રાખશો.


પહેલી એપ્રિલને આપણે Fools day તરીકે ઉજવતા હોઇએ છીએ. અને મિત્રોની સાથે મજાક કરી થોડી મજા માણી લેતા હોઇએ છીએ. પણ શુ તમને ખબર છે કે આપણી જ અમુક માન્યતાઓ કે પછી વિચારો આપણને સતત Financial Fool બનાવતા હોય છે અને આપણને એનો ખ્યાલ પણ નથી હોતો. અને લાંબાગાળે તેની ઘણી મોટી માઠી અસર આપણા ફાઇનાન્શિયલ પ્રોફાઇલ પર દેખાય છે, તો આવી કઇ ભુલો છે અને તેને કઇ રીતે ટાળવી તે અંગેની ચર્ચા આપણે કરીશુ અને આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શલિ બુકનાં લેખક કલ્પેશ આશર.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ-


ક્રેડિટકાર્ડને લગતી અમુક માન્યતા બનાવી શકે ફાઇનાન્શિયલ ફુલ


ક્રેડિટ કાર્ડ બાબતે થતી ભુલ-


ક્રેડિટકાર્ડનાં માત્ર મિનિમમ બિલનું ડ્યુ ડેટ પર પેમેન્ટ છે. બાકીની રકમ પર તમારે 36 ટકા - 40 ટકા પર એનમ વ્યાજ ચુકવવુ પડશે.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ


લોનને લગતી અમુક માન્યતા બનાવી શકે ફાઇનાન્શિયલ ફુલ


લોન બાબતે થતી ભુલ-


લાઇફ સ્ટાઇલ માટે પર્સનલ લોન લેવી છે. પર્સનલ લોનનો સમાવેશ બેડ લોનમાં થાય છે. પર્સનલ લોન પર 11 ટકા - 15 ટકા વ્યાજ દર લાગુ પડે છે. પર્સનલ લોનની ચુકવણી પર ટેક્સમાં કોઇ રાહત મળતી નથી. ગુડ લોન્સ, પહેલા ઘરની હોમલોન, એજયુકેશન લોન છે. હોમલોન અને એજ્યુકેશન લોન પર ટેક્સ રાહત મળશે.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ


ઇન્શ્યોરન્સને લગતી અમુક માન્યતા બનાવી શકે ફાઇનાન્શિયલ ફુલ


ઇન્શ્યોરન્સ બાબતે થતી ભુલ-


ઇન્શ્યોરન્સને રોકાણનો વિકલ્પ સમજવો છે. નાના લાઇફ કવરને જીવનભર માટે પુરતુ સમજવુ છે. ઓછા હેલ્થ ઇન્શ્યોરન્સથી સંતોષ માનવો છે.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ


ડેટ મ્યુચ્યુઅલ ફંડેને લગતી અમુક માન્યતા બનાવી શકે ફાઇનાન્શિયલ ફુલ.


ડેટ મ્યુચ્યુઅલ ફંડે બાબતે થતી ભુલ-


ડેટ મ્યુચ્યુઅલ ફંડેમાં જોખમ નથી એમ સમજવું. ડેટ મ્યુચ્યુઅલ ફંડે અને બેન્ક ફિક્સ ડિપોઝીટને સરખા સમજવા છે.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ


રિયલ એસ્ટેટને લગતી અમુક માન્યતા બનાવી શકે ફાઇનાન્શિયલ ફુલ


રિયલ એસ્ટેટ બાબતે થતી ભુલ-


ગેરન્ટીડ કેપિટલ એપ્રિશિયએશન માટે રોકાણ કરવું છે. રેન્ટલની આવક સારી મળશે માની રોકાણ કરવું છે.


ના બનો ફાઇનાન્શિયલ ફુલ


નાણાંકિય આયોજનનું મહત્વ સમજવાથી ફાઇનાન્શિયલ ફુલ બની શકાય છે.


નાણાંકિય આયોજન બાબતે થતી ભુલ-


નાણાંકિય આયોજનને એમ વિચારવું હજી સમય છે. નાણાંકિય આયોજનમાં મોડુ કરવાથી પાવર ઓફ કમ્પાઉન્ડીંગનો લાભ નહી મળે.