બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે બનાવશો સ્ટોક પોર્ટફોલિયો

ના રોજ પ્રકાશિત Tue, 04, 2018 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે હાલનાં સમયે કઇ રીતે બનાવશો સ્ટોક પોર્ટફોલિયો, કઇ રીતે લેશો બાય,સેલ કે હોલ્ડનાં નિર્ણય અને દર્શકોનાં સવાલ.

હાલમાં માર્કેટમાં લગભગ તેજી જોવા મળી રહી છે ત્યારે રોકાણકારને પોતાનો સ્ટોક પોર્ટફોલિયો આ સમયે કઇ રીતે બનાવવો એ અંગે ઘણી મુંઝવણ થતી હોય છે.  માર્કેટની આ સ્થિતીમાં કેવી રીતે બનાવી શકાય સ્ટોક પોર્ટફોલિયો એ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે માર્કેટની તેજી સમયે તમને લે-વેચની ઘણી સલાહ મળશે. તમારા ઓવરઓલ એલોકેશન પર ધ્યાન આપો. એ નક્કી કરો કે કેટલા ટકા રોકાણ ડાયરેક્ટ ઇક્વિટીમાં હોવુ જોઇએ. ઇક્વિટીનાં રોકાણમાંથી 80% રોકાણને હંમેશા ગ્રોથ પોટેન્શિયલ હોવુ જોઇએ. 20% રોકાણ શોર્ટ કે મિડિયમ સમયગાળા માટે રાખી શકો. તમારા ધ્યેયને આધારે તમારા રોકાણની વહેચણી કરવી.


સ્ટોક કંપનીનાં બાય બૅક, બોનસ વગેરે જોઇ તેના આધારે પસંદ કરવા. ઉભી થતી તકનો લાભ મળી શકે તેવો પોર્ટફોલિયો એટલે પાવર ફુલ પોર્ટફોલિયો છે. પાવરફુલ પોર્ટફોલિયોનો અર્થ ટીપ્સને આધારે રોકાણ કરવું એમ ન સમજવું. કંપનીનું રિસર્ચ જાતે કરો અથવા નિષ્ણાંતનાં રિસર્ચને સમજી રોકાણ કરો.

પર્પેચ્યુઅલ ગ્રોથ આપતા સ્ટોક
એવા સ્ટોક જે હંમેશા વેલ્થ ક્રિએટ કરી શકે. એવા સ્ટોક જેની ફંડામેન્ટલ બેલેન્સશીટ મજબૂત હોય. એવા સ્ટોક જેને વેચવાની તમને ક્યારેય જરૂર નહી પડે. એવા સ્ટોક જે તમે આરઓઈ, ટીજી, પીજી, એનપીએમને આધારે લીધા હોય. એવા સ્ટોક કે કોલેટર્લ અને ફ્લેજ માટે વાપરી શકો.

સવાલ: તેમને કોર્પોરેટ એફડી અંગે માર્ગદર્શન જોઇએ છે, શ્રીરામ ફાયનાન્સ અને કેટીડીસી સારૂ વ્યાજદર આપી રહ્યા છે, શું તેમા રોકાણ કરવું સુરક્ષિત હોઇ શકે? અને ક્યા પ્લેટફોર્મથી આ એફડી થઇ શકે.

જવાબ: શ્રીરામ અને કેટીડીસી 1-5 વર્ષ માટે ડિપોઝીટ ઓફર કરે છે. શ્રીરામ અને કેટીડીસી લગભગ 8%-10% વ્યાજ આપે છે.

સવાલ: જતીન પંડ્યાએ જણાવ્યુ છે કે તેઓ 27 વર્ષનાં છે અને તમનો પગાર ₹20,000 છે. તેઓ માસિક ₹4000નું રોકાણ ક્યા કરી શકે તે એમનો સવાલ છે અને સાથે જ તેમણે એમ પણ પુછયુ છે કે તેમણે બજાજ અલાયન્સ ફ્યુચર પ્લાનમાં રોકાણ કર્યું છે, આ રોકાણ યોગ્ય છે કે નહી?

જવાબ: બજાજ અલાયન્સ ફ્યુચર ગેઇનએ યુનિટ લિન્ક ઇન્શયોરન્સ પ્લાન છે. આ પ્લાનમાં 5 વર્ષનું લોક-ઇન છે. આ પ્લાનનું ઇન્શયોરન્સ કવર,રોકાણ અને ટેક્સ ત્રણ બાબતો પર ધ્યાન છે.