બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કેવી રીતે બનાવશો તમારુ બજેટ

ના રોજ પ્રકાશિત Mon, 28, 2016 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આજે એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. આજે ડિમોનેટાઈઝેશનની અસર, કેવી રીતે બનાવશો બજેટ, શું કરવું જોઈએ તમારા નાણાં સાથે.


ડિમોનેટાઈઝેશન થયા બાદ આપણા એકાઉન્ટમાં, દેશની ઈકોનોમીમાં, આપણા પર્સનલ બજેટમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, એક રીતે તો આ ડિમોનેટાઈઝેશન આપણા દેશ માટે અર્થતંત્રની ક્રાંતી જ બની રહ્યું છે. ત્યારે, તમારા પર્સનલ બજેટમાં તમારે કંઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી હવેથી તમારુ જીવન વધારે સરળ બની શકે અને તમે આ બદલાવ સામે સરળ રીતે ટકી શકો. તો આ મુદ્દા પર વધારે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે આપણે કેશ ટ્રાન્ઝેક્શનથી વધારે ટેવાય ગયા છે. બદલાવ આવે છે ત્યારે લોકોને સમસ્યા સર્જાતી જ હોય છે. બજેટના 2 પ્રાકર છે. ફિક્સ્ડ અને વેરિયેબલ આ 2 પ્રકાર હોય છે. એમા થી ફરજીયાત ફિક્સડ ખર્ચાના પ્રકાર જેમ કે ઈએમઆઈ, શાળાની ફિઝ, ઇન્શ્યોરન્સ પ્રિમયમ અને ઘરનું ભાડુ હોય છે. અને એના સિવાય બીજા જે છે તે મરજીયાત ફિક્સડ ખર્ચાના પ્રકાર જેમ કે ક્લબ ફિઝ, જીમ ફિઝ, મેગેઝીન અન્ય સબસ્ક્રીપ્શન્સ, જેવા હોય છે.


સામાન્ય અનિશ્વિ ખર્ચાના પ્રકાર જેમ કે કોફિશોપ અને રેસ્ટોરન્ટ, ફિલ્મ, વિકેન્ડ, વેકેશન જેવા પણ છે. પ્રિપેઇડ કાર્ડ કે ગીફટ કાર્ડ તમે વાપરી શકો છો. પ્રસંગોપાત તમે ચેક પણ આપી શકો છો. આજે ઘણી નાની ગુકાન વાળા લોકો પણ ઇ-મની વાપરે છે. ક્રેડિટ કાર્ડ વાપરવું ખરાબ નથી પણ તેનો યોગ્ય સમયે બિલ ચૂક્વું જરૂરી છે.