બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણની સુરક્ષાની ખાતરી કઇ રીતે કરશો?

આગળ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.
ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 14:05  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય આયોજનમાં જેટલુ મહત્વ બચત અને રોકાણનું છે એટલુ જ સુરક્ષાનું પણ છે અને અને મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું તમારા રોકાણ કેટલા સુરક્ષિત? રોકાણની સુરક્ષાની ખાતરી કઇ રીતે કરશો? દર્શકોનાં સવાલ.


તાજેતરમાં બનેલા ઘણા કિસ્સાઓએ રોકાણકારોને ચિંતામાં મુકી દીધા છે, એવા પણ કિસ્સા આપણી સામે આવ્યા છે જેમા રોકાણકારની જાણ બહાર તેમના શૅર પ્લેજ કરાવમાં આવ્યા હોય. તો તમારા તમામ રોકાણ સુરક્ષિત છે કે નહી તે કઇ રીતે જાણવું અને આપણા રોકાણને સુરક્ષિત કઇ રીતે રાખવા તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આગળ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


રોકાણકારનાં ખાતામાંથી શૅર લઇ પ્લેજ કરવાનાં તાજા કિસ્સાથી ઘણા સવાલ ઉભા થયા છે. રોકાણકારોએ તેમના રોકાણ સુરક્ષિત છે તે નહી તે જોવુ જોઇએ. રોકાણકાર બ્રોકરને તેમના શૅર ટ્રાન્સફરની પાવર ઓફ એર્ટની આપે છે. જેનાથી બ્રોકર રોકાણકારનાં ખાતામાંથી શૅર મુવ કરી શકે છે.


શૅર જ્યારે વેચાય છે ત્યારે તે બ્રોકરનાં પુલ અકાઉન્ટમાં જાય છે. ત્યારબાદ સ્ટોક એક્સચેન્જ પર સેટેલમેન્ટ માટે જાય છે. ઘણી વખત બ્રોકર શૅર વગર વેચાણે પણ મુવ કરે છે. આ શૅર ત્યારે પ્લેજ કરી તેની સામે નાણાં ઉભા કરે છે. આ કારણે રોકાણકારે પોતાનાં ખાતા સતત ચેક કરવા જોઇએ. તમે જે શૅર ધારણ કરો છો તે તમારા ખાતામાં હોવા જોઇએ. બ્રોકરે પણ સમયે સમયે અકાઉન્ટ સેટલ કરવા જોઇએ.


અકાઉન્ટમાં રહેલા નાણાં રોકાણકારનાં બેન્ક અકાઉન્ટમાં જવા જોઇએ. સ્ટોક એક્સચેન્જ પણ રોકાણકારને તેમના ખાતાની રકમની માહિતી મોકલે છે. આ મેસેજમાં કોઇ મિસમેચ જણાય તો તરત પગલા લેવા જોઇએ.