બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે બચશો પોન્ઝી સ્કીમ થી?

ના રોજ પ્રકાશિત Tue, 30, 2019 પર 10:08  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા પર્સનલ ફાયનાન્સને અસર કરતી તમામ બાબતોની જાણકારી આપ સુધી પહોચાડતો શો એટલે મની મૅનેજર અને મની મૅનેજરના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું પોન્ઝી સ્કીમથી કેવી રીતે બચવું, રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું, દર્શકોનાં સવાલ.


આજકાલ બધાને રાતોરાત ધનિક બનવું છે. પછી તે યુવાનો હોય કે રિટાયર થઇ રહેલા લોકો. આ વિચાર તમારા મગજના મોટા ભાગનો વિસ્તારમાં ઘર કરી જાય છે. આ જ સ્થિતિમાં મુશ્કેલીઓ શરૂ થાય છે અને છેતરાય જવાની સ્કીમો જેને પોન્ઝી સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં ફસાવવાની શક્યતાઓ વધી જાય છે. અને અનેક લોકોની આખા જીવનની કમાણી પાણીમાં જતી રહે તેવા કિસ્સાઓ પણ બન્યા છે. આવું ન થાય તેના માટે શું ધ્યાન રાખો તેના પર ચર્ચા કરીશું. આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


ઓછા સમયમાં વધુ વળતર મેળવાવા માટેની ફોડ સ્કીમ છે. નવા રોકાણકારનાં પૈસા જુના રોકાણકારને વળતર અપાય છે. ઓછા સમયમાં મોટા રિટર્નની આશા આપતી સ્કીમ પણ છે. પોનઝી સ્કીમમાં વધુ રોકાણકાર આવતા હોય છે. નવા રોકાણકાર ન આવે ત્યારે સ્કીમ ખટકી પડે છે. જ્યારે 15 ટકા થી 20 ટકા જેવા ઉચા રિટર્નની ઓફર અપાય છે.


જ્યારે સ્કીમમાં ગેરન્ટી શબ્દનો ઉપયોગ છે. જ્યારે માર્કેટ રેગ્યુલેટરને ઉલ્લેખ ન કરાયો હોય. જ્યારે અન્ડર લાઇન સ્કીયુરિટી ન હોય. વધુમાં વધુ રોકાણકારને આકર્ષવા માટે પ્રયત્નો થાય છે. શરૂઆતમાં વળતર મળતા રોકાણકાર માત્ર પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવા લાગે છે. રોકાણકારને ખબર પડે ત્યા સુધી તેને નુકસાન થઇ ચુક્યુ હોય છે. શરૂઆતમાં રિટર્ન મળતા રોકાણકાર સ્કીમમાં બની રહે છે. આ ફ્રોડની ફરિયાદ સાંભળવા કોઇ રેગ્યુલેટર નથી.


જીવનની બચત આવી સ્કીમમાં ગુમાવી શકો છો. લાલચ રોકાણકારને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવા પ્રેરે છે. ઝડપથી પૈસાદાર બનવા માટે આવા રોકાણ ના કરો. વેલ્થ ક્રિએશનનો સહેલો અને વહેલો રસ્તો હોતો નથી. લાલચ અને ઇર્ષાને કારણે પોન્ઝી સ્કીમમાં રોકાણ ના કરો. યોગ્ય અને રેગ્યુલેટેડ માધ્યમથી જ રોકાણ કરવું જોઇએ.