બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે મળવવી 2nd સોર્સ ઇનકમ?

ના રોજ પ્રકાશિત Thu, 21, 2019 પર 11:16  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું 2nd સોર્સ ઇનકમ અંગે ચર્ચા, કઇ રીતે મેળવવી 2nd સોર્સ ઇનકમ, દર્શકોનાં સવાલ.


આપણે ઘણાને એવુ કહેતા સાંભળીએ છીએ કે હવે એક ઇનકમથી જીવન ચાલે એ જમાનો નથી રહ્યો. 2nd સોર્સ ઇનકમ હોવી ખૂબ જરૂરી છે, તો સેકન્ડ સોર્સ ઇનકમ શું છે,કઇ રીતે મેળવવી એ તમામ ચર્ચા આજે આપણે કરીશું અને આગળ જાણકારી લઇશું વેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટનાં ફાઉન્ડર ભાવેશ દમનિયા પાસેથી.


2nd સોર્સ ઇનકમનું મહત્વ-


2nd સોર્સ ઇનકમ એટલે તમારા નાણાંથી વળતર મેળવવુ છે. આજના યુગમાં 40-45ની વયે આવકનો ગ્રાફ સપાટ થાય છે. વ્યક્તિનો સામાન્ય જીવનકાળ 75-82 વર્ષ છે. આપણી પાસે લાંબુ નિવૃત્ત જીવન હોય છે. 25-40ની વયે મહત્મ બચત કરવી જોઇએ.


સંયુક્ત પરિવાર મુશ્કેલ સમયમાં સાથ મળે છે. હાલની જનરેશન પેરેન્ટસ અને બાળકોનું ધ્યાન રાખે છે. હવે વિભક્ત કુટુંબ વધ્યા છે. લગભગ 65-75 ટકા લોકો નિવૃત્તીનુ પ્લાન નથી કરતા. લાઇફસ્ટાઇલ પાછળનાં ખર્ચ વધ્યા છે. ભણતર,લગ્ન, ઇન્ટિરિયર વગેરે માટે મોટા ખર્ચ થાય છે. તમારી સંપત્તિ નિવૃત્તી સમયે તમારો સાથ આપશે.


રોકાણ માટેનો ઉત્તમ સમય હોય છે 25-40 વર્ષની ઉંમર છે. આ સમયમાં રોકાણનાં ખોટા નિર્ણયોથી ગ્રોથ રૂધાય જાય છે. યુવા વયે ઇક્વિટીનું રોકાણ શરૂ કરવું જોઇએ. ઇક્વિટી કમ્પાઉન્ડીંગ દ્વારા મોટુ કોર્પોસ આપશે. SIP દ્વારા રોકાણની શરૂઆત કરો છે. 45 વર્ષની ઉંમર પછી ઘણા ખર્ચ વધશે. બધા અસેટ મળી 9 ટકા રિટર્ન મળી શકે એ રીતે ઇક્વિટીમાં એક્સપોઝર લેવુ છે.


વેલ્થ ક્રિએટિંગ અસેટ ક્યા?


પ્રોપર્ટી અને ઇક્વિટી ભારતનાં મોટા વેલ્થ ક્રિએશન અસેટ ક્લાસ છે. ડેટા મુજબ FD કરતા સારૂ વળતર સોનાએ આપ્યુ છે. આગામી 10 વર્ષ સુધી પ્રોપર્ટી સારૂ વળતર નહી આપી શકે. આગામી 10 વર્ષ માટે ઇક્વિટી વેલ્થ ક્રિએશન માટે સારો વિકલ્પ છે. FD કરતા સોનુ સારૂ વળતર આપી શકે છે.


2nd ઇનકમની કઇ રીતે કરવી જાળવણી?


45ની ઉંમર સુધી ઇક્વિટીમાં અગ્રેસિવ અલોકેશન રાખો છે. ત્યાર બાદ સુરક્ષિત અસેટ તરફ ખસો છે. નિવૃત્તી સમયે તમારી નાણાંકીય સ્થિતી અને સ્વાસ્થ સારૂ હોય તો ઇક્વિટીમાં રહી શકાય છે. નિવૃત્તી બાદ SWP દ્વારા નિયમિત કૅશફ્લો મેળવી શકાય છે.