બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: કઇ રીતે મળી શકે નાણાંકિય સ્વતંત્રતા

આજના મની મેનેજરમાં જાણીશું સ્વતંત્રતા દિવસ સ્પેશલ મની મૅનેજર, કઇ રીતે મળી શકે નાણાંકિય સ્વતંત્રતા, નાણાંકિય સ્વતંત્રતાનું મહત્વ.
ના રોજ પ્રકાશિત Thu, 16, 2018 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાંને લગતા વિવિધ મુદ્દાઓ અંગેની વાત કરતા શો. આજના મની મેનેજરમાં જાણીશું સ્વતંત્રતા દિવસ સ્પેશલ મની મૅનેજર, કઇ રીતે મળી શકે નાણાંકિય સ્વતંત્રતા, નાણાંકિય સ્વતંત્રતાનું મહત્વ.


મની મૅનેજરમાં દરેક તહેવારની મની મૅનેજરની સ્ટાઇલમાં ઉજવણીએ તો મની મૅનેજરની રીત છે, અને આપણી રીત મુજબ આજે આપણે ઉજવીશુ સ્વતંત્રતા દિવસ. સ્વતંત્રતાનાં આ પર્વા પર વાત કરીશું નાણાંકિય સ્વતંત્રતાની અને સાથે જ યાદ કરીશુ આપણા સ્વતંત્રતા સેનાની અને નેતાઓને.


અને જાણીશું તેમના શબ્દોથી કઇ નાણાંકિય શીખ મળે છે. તો આ રસપ્રદ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


દેશની પ્રજા માટે આર્થિક આઝાદી ખૂબ જરૂરી છે. આર્થિક આઝાદી દરેકનો હક છે. ઇમરજન્સી ફંડ, ઇન્શયોરન્સ વગેરે યોગ્ય હોવા જરૂરી છે. આસપાસનાં લોકોને પણ નાણાકિય આઝાદી મળે એ જરૂરી છે. આર્થિક આઝાદી મેળવવા દરેકે પ્રાયસ કરી જોઇએ. નાણાકિય આઝાદી મેળવવવા માટે તમારે પ્રયત્નો કરવાની જરૂર હોય છે.


નિયમિત રોકાણ અને રોકાણની સમીક્ષા કરતા રહેવું જોઇએ. સમાન દરેક વર્ગને જીડીપીનો લાભ મળે એ જરૂરી છે. મહિલાઓ, સૈનિકો, નબળા વર્ગો દરેકની આર્થિક ઉન્નતી થવા જરૂરી છે. ખેડૂતોની આર્થિક ઉન્નતી માટેનાં પ્રયત્નો ખૂબ જરૂરી છે. ખેડૂતો ઘણી વખત બેન્કિંગ જેવી સુવિધાનો ઉપયોગ કરી શક્તા નથી. ખેડૂતો ઘણી વખત લોન વગેરેથી અજાણ હય છે. સૌનિકો માટે અમુક ખાસ યોજનાઓ હોવી જોઇએ.મહિલાઓ માટે આર્થિક આઝાદી જરૂરી છે.


બાળકીઓ માટે બચત નાનપણથી થાય તે માટે સુકન્યા સમૃધ્ધી યોજના હોવી જાઇએ. મહિલાઓની આર્થિક આઝાદી દેશ માટે મોટો પડકાર છે. મહિલાઓએ પોતે આર્થિક આઝાદી મેળવવા પ્રયાસ કરવા જોઇએ. પતિ-પત્ની બન્નેએ નાણાકિય આયોજનમાં સક્રિય ભાગ લેવો જોઇએ. ધ્યેય નક્કી કરી એ મુજબનાં રોકાણ કરવા ખૂબ જરૂરી છે.


લોકમાન્ય તિલક - સ્વરાજ મારો જન્મ સિધ્ધ હક છે.
જવાહરલાલ નહેરુ - આરામ હરામ હે.
નરેન્દ્ર મોદી - સબકા સાથ, સબકા વિકાસ.
લાલ બહાદુર શાસ્ત્રી - જય જવાન, જય કિસાન.
નરેન્દ્ર મોદી - બેટી બચાવો,બેટી પઢાવો.
જવાહરલાલ નહેરૂ - પ્રયત્ન અસરકારક ત્યારે જ બની શકે જ્યારે તે નિર્ધારિત ધ્યેયની દિશામાં હોય.
સુભાષચંદ્ર બોઝ - આઝાદી કોઇ આપતુ નથી એને લેવી પડે છે.
એ.પી.જે. અબ્દુલ કલામ - સપના એ નથી જેને તમે ઉંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને સુવા નથી દેતા.
જવાહરલાલ નહેરૂ - 12નાં ટકોરે જ્યારે દુનિયા સુતી હશે, ત્યારે આઝાદ ભારત જાગશે.