બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્રેડિટ સ્કોર કઇ રીતે સુધારી શકાય?

ના રોજ પ્રકાશિત Mon, 10, 2018 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું ક્રેડિટ સ્કોર અંગેની માહિતી, ક્રેડિટ સ્કોર કઇ રીતે સુધારી શકાય?, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં આપણે દરરોજ પર્સનલ ફાયનાન્સનાં વિવધ પાસોઓ અંગે માહિતી મેળવીએ છીએ. આજે આપણે વાત કરીશું ક્રેડિટ સ્કોર અંગે, શું છે ક્રેડિટ સ્કોર, કઇ રીતે જાણી શકાય અને ક્રેજિટ સ્કોર કઇ રીતે જાળવવો? આ તમામ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે આપણા ફાયનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


ક્રેડિટ બ્યુરો અને ક્રેડિટ સ્કોર કંપની લોકોને ક્રેડિટ સ્કોર આપે છે. ક્રેડિટ સ્કોર આપણા ક્રેડિટ બિહેવરીયર પ્રમાણે નક્કી કરાય છે. આ સ્કોર લગભગ 300 થી 900ની વચ્ચેનાં આંકડાનો હોય છે. ઉંચા ક્રેડિટ સ્કોર ધરાવતા વ્યક્તિને સરળતાથી લોન મળે છે. આપણે દર વર્ષે ફ્રી ક્રેડિટ રિપોર્ટ મેળવી શકીએ છીએ. ક્રેડિટ સ્કોર માટે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ બન્ને પ્રકારનાં ઉધારની ગણતરી થાય છે.


આપણે આપણી લોન હંમેશા સમયસર ચુકવવી જોઇએ. ક્રેડિટ કાર્ડનાં આઉટ સ્ટેન્ડિંગ અમાઉન્ટની ચુકવણી સમયસર થવી જોઇએ. ચુકવણી ન થઇ હોય તો તેની માઠી અસર ક્રેડિટ સ્કોર પર પડશે. ઓછા ક્રેડિટ સ્કોરથી બીજી લોન લેવામાં તકલીફ પડી શકે છે. વધુ પડતી લોન ન લેવી જોઇએ. આપણે આપણો ક્રેડિટ સ્કોર નિયમિત ચકાસતા રહેવું જોઇએ.