બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્કેમનાં સમયમાં કઇ રીતે કરવું રોકાણ?

ના રોજ પ્રકાશિત Fri, 27, 2018 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં રોકાણ અને નાણાંની સુરક્ષા અંગે, સ્કેમની અસર આપણા રોકાણ પર, દર્શકોનાં સવાલ.


આપણે પાછલા થોડા સમયથી જોઇ રહ્યાં છે વિવિધ સ્કેમ બહાર આવી રહ્યાં છે અને રોકાણકારનો વિવિધ નાણાંકિય સંસ્થાઓ ઉપરનાં વિશ્વાસ પર હવે શંકાનાં વાદળો ઘેરાઇ રહ્યાં છે. રોકાણકાર હવે રોકાણ કરતા ડરી રહ્યાં છે.


આવા સમયે રોકાણ કઇ રીતે કરવું અને નાણાંની સુરક્ષાની ખાત્રી કઇ રીતે કરી શકાય એ જ ટોપિક ઉપર આપણે વાત કરીશું આજના મની મૅનેજરમાં. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને ફાયાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


બેન્કમાં રહેલા નાણાં સુરક્ષિત ગણી શકાય છે. બેન્ક બંધ થવાનાં સંજોગોમાં આરબીઆઈ મદદે આવે છે. માર્કટ રિલેટેટ રોકાણ પર સ્કેમની આડ અસર આવે છે. માર્કેટ રિલેટેડ રોકાણ પર સરકારી સંસ્થાની કોઇ જવાબદારી રહેતી નથી. માર્કેટ રિલેટેડ રોકાણ વધુ જોખમી ગણવામાં આવતા હોય છે.


સ્કેમનુ અનુમાન કરવા કરતા સુરક્ષાની તકેદારી સાથે રોકાણ કરો. તમારૂ રોકાણ ક્યા રેગ્યુલેટર હેઠળ આવે છે તે ચકાસી લેવું જોઇએ. નાણકિયા ધ્યેયને આધારે તમામ રોકાણ કરવા જોઇએ. રોકાણ કરતા રહેલા તમામ પાસાઓ વિચારી પછી રોકામ કરવો જોઇએ. ઇમરજન્સી ફંડ તમારી પાસે હોવુ ખૂબ જરૂરી છે.


હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો ખૂબ જરૂરી છે. લાઇફ ઇન્શ્યોરન્સનુ મહત્વ સમજી યોગ્ય લાઇફ કવરરાખવું જરૂરી છે. નાણાંકિયા આયોજનનાં મુખ્ય સિધ્ધાંતો સ્કેમ સામે પણ રક્ષણ આપી શકે છે. લોન બને એટલી ઓછી લેવી અને ઝડપથી પુરી કરવાનાં પ્રયાસ કરવા જોઇએ.