બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટ બાદ કેવી રીતે કરવું રોકાણ

ના રોજ પ્રકાશિત Sat, 04, 2017 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના મોદી સ્ટીમ્યુલસ બજેટ પર્સનલ ફાઈનાન્સ સ્પેશલમાં. બજેટ 2017 રજૂ થઈ ગયું છે અને તેમા તમારા નાણાંકિય આયોજનને અસર કરતા પણ  ફેરફાર આવ્યા છે. તો ક્યા ફેરફાર છે અને તમારે હવે શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા અને ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સરકારી બેન્કો માટે અલગ-અલગ ETF ફન્ડ બનાવાશે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સ્કીમનું જલદી આવશે મર્ચન્ટ વર્ઝન. 3 લાખથી ઉપરના કેશ ટ્રાન્ઝેક્શન નહીં થાય. રૂપિયા 2.5 થી 5 લાખની આવક પર ટેક્સ 10 ટકાના બદલે 5 ટકા લાગશે. રૂપિયા 50 લાખથી 1 કરોડ સુધીની ટેક્સેબલ ઈન્કમ પર 10 ટકા સરચાર્જ લાગશે. સિનીયર સિટીઝનને LICની પેન્શન સ્કીમ મળશે. વધારે PSU લિસ્ટીંગ થશે. નવા CPETF( Exchange traded fund) બનશે. પ્રોપર્ટીમાં 2 વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન થશે. ઈન્ડેક્શેશનની ગણતરી 1980ના સ્થાને 2001થી થશે.

નાણાંકિય આયોજનમાં ફેરફાર
હવે લોકો બેનામી પ્રોપર્ટી કે સટ્ટાબાજી નહિં કરી શકે. પ્રોપર્ટી ખરીદી લોકો ટેક્સ પ્લાનિંગ કરતા હતાં જે આ બજેટ બાદ નિકળી ગયું. પહેલા 3 વર્ષનો લોન્ગટર્મ કેપિટલ ગેન હવે ઘટી ગયો છે. હોલ્ડિંગ પિરીયડ ઘટતા પ્રોપર્ટીનું વેચાણ વધશે. ઈન્ડેક્શેશનની ગણતરી 1980ના સ્થાને 2001થી થશે. ઈન્ડેક્શેશન નંબર 1 એપ્રિલ 2001થી લાગુ થશે. સિનીયર સિટીઝનને LICની પેન્શન સ્કીમ મળશે.


LICની પેન્શન સ્કીમ 10 વર્ષની છે. સિનીયર સિટીઝને બોન્ડ ફંડમાં રોકાણ કરવું જોઈએ. 1 જૂન 2017થી TDS નહિં કપાય તો પેનલ્ટી ભરવાની રહેશે. 3 લાખથી ઉપરના કેશ ટ્રાન્ઝેક્શન નહીં થાય. 3 લાખથી ઉપર જે કોઈ પેમેન્ટ સ્વીકારશે તેને પેનલ્ટી લાગશે.


ઓનલાઈન ટ્રાન્ઝેક્શીન કે ડિજીટાઈઝેશનને આ વાતથી પ્રોત્સાહન મળશે. જે પેમેન્ટ ડિજીટલ માધ્યમથી આવ્યા હશે તેમાં વેપારીઓ ટેક્સ બચાવી શકશે. શૅરના ટ્રાન્ઝેક્શન પર કેપિટલ ગેન ટેક્સ ફ્રિ છે.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે પહેલા એવુ હતુ કે અઢી લાખે ટેક્સ હતો એટલેકે જેની અઢી લાખ ઉપર આવક હોય તેના પર 10% ટેક્સ લાગતો હતો. તેના બદલે એ દર ઘટાડીને 5% નો દર કર્યો છે. એ ઉપરાંત તેમાં રિબેટ પણ મળતુ હતુ આપણને રિબેટ અને ડિડક્શનમાં ફર્ક એટલો કે ડિડક્શન જેટલુ હોય એ ઓવરઓલ ટેક્સેબલ ઈનકમ માંથી બાદ થાય.


ત્યારે રિબેટની રકમ જે હોય એ ટેક્સની રકમ માંથી બાદ થાય. તો જે રિબેટની રકમ પહેલા 5000 હતી એ 350000 લાખમાં એટલે એમાં ફેરબદલ કરીને અઢીહજારની કરી છે. ટેક્સનો રેટ ઘટાડીઓ છે અને રિબેટની રકમમાં પણ બદલાવ છે એટલે ઓવરઓલ જે લોકો લગભગ અઢી થી 5 લાખના બ્રેકેટમાં હતા તેમને 2-3 હજારનો ફાયદો છે.

કાર્તિક ઝવેરીના મતે 1 કરોડની માથે ચાર્જ લાખતો હતો ને હવે ફેરફાર એવી રીતે થયો છે કે ગવર્મેન્ટને ટેક્સની જરૂરત પડે છે એટલે થોડુ વધારે કલેક્શન કરવું છે તો જેટલા લોકો 50 લાખથી 1 કરોડની વચ્ચે ઈનકમ છે એ લોકોની ઊપર 10% નો સરચાર્જ છે.


એટલે ટેક્સ તેમને 30% લાગશે પણ 50 લાખથી ઊપરની ઈનકમ છે તમારી એની પર 30% ટેક્સ પણ લાગશે અને એની સાથે 10% સરચાર્જ લાગશે એટલે 33-30% જેવો ટેક્સ થઈ જશે તમારો. અને જે લોકોની 1 કરોડ થી ઊપરની ઇનકમ હશે તે 1 કરોડની ઊપરની ઇનકમ પર બીજા 30% નો ટેક્સ લાગશે.