બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે જાળવી શકાય સંપત્તિ?

ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 15:03  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે વાત કરીશુ પેઢી દર પેઢી કેમ ઘટે છે સંપત્તિ? કઇ રીતે જાળવી શકાય સંપત્તિ? અને દર્શકોનાં સવાલ.

મની મેનેજરમાં આ સપ્તાહ આપણે વાત કરી રહ્યાં છે પેઢી દર પેઢી ઘટતી જતી સંપત્તિ અંગે. તો પાછલા એપિસોડમાં આપણે આમ થવાનાં કારણોની ચર્ચા કરી હતી અને આજે આપણે વાત કરીશું કે કઇ રીતે આપણે આપણી સંપત્તિને જાળવી શકીએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે નાણાંકિય આયોજન નિષ્ણાંતની સલાહ મુજબ કરવુ જોઇએ. ફાયનાન્શિયલ પ્લાનર, ટેક્સ એક્સપર્ટની સલાહ લઇ આયોજન કરી શકાય. નિષ્ણાંતો તમને તમારા ધ્યેય પ્રમાણે આયોજનમાં મદદ કરે છે. નાણાંકિય આયોજન દરેક વર્ગનાં લોકો માટે ઉપયોગી છે. નિષ્ણાંતોની ટીમ બનાવી તેમની સલાહ મુજબ પ્લાન કરી શકાય. ટેક્સ એક્સપર્ટ તમને ટેક્સ બર્ડન ઘટાડવા માટે આયોજન સુચવી શકે.


તમારી સંપત્તિની સુરક્ષા માટે, વીલ માટે લિગલ એડવાઇઝર મદદ કરી શકે. નાણાંકિય રીતે સધ્ધર વ્યક્તિએ પણ બજેટ બનાવવું ખૂબ જરૂરી છે. બજેટીંગથી તમે તમારા ખર્ચ પર નજર રાખી નિયંત્રણ કરી શકો છો. કોઇ પણ ખર્ચ કરતા પહેલા તે ખર્ચ કેટલો જરૂરી છે તે વિચારી લેવુ. ફેમલિ કોન્સ્ટિટ્યુશન નાણાંકિય આયોજનની સફળતા માટે ખૂબ જરૂરી છે. પરિવારનાં દરેક લોકોને નાણાંકિય માહિતીઓ હોવી જરૂરી છે. પરિવારનાં દરેક વ્યક્તિનાં દરેક ખર્ચ માટે નિયમો બનાવવા જોઇએ.


પરિવારનાં દરેક વ્યક્તિનાં દરેક ખર્ચ માટે નિયમો લેખિતમાં રાખવા જોઇએ. પરિવારનાં યુવા સભ્યોની સલાહ પણ લેવી જોઇએ. બનાવેલા નિયમોને પરિવારનાં સભ્યોએ અનુસરવું જરૂરી છે. તમારા પરિવારે બનાવેલા નિયમોને દર બે વર્ષ રિવ્યુ કરી લેવા જોઇએ. પરિવારનાં નાણાંકિય આયોજન અંગેની માહિતી દરેક સભ્યોને હોવી જોઇએ. ખર્ચ માટે, રોકાણ માટે વગેરે દરેક નાણાંકિય નિર્ણય માટે નિયમો જરૂરી છે. પરિવારની સંપત્તિ જાળવવા ટ્રસ્ટ બનાવી શકાય. ઘણીવાર પ્રોપર્ટી જોઇન્ટ નામ પર રાખી શકાય.

સવાલ: મારો 2 વર્ષનો બાબો છે. મારે તેના લગ્ન અને એજ્યુકેશન માટે નાણાકિય આયોજન કરવું છે. બધા એલઆઈસીની મની બેક પોલિસિ કરાવે છે પરતુ તેના કરતા સારો કોઈ ઑપ્શન હોય તો મને જણાવો. મારી પાસે 20-25 વર્ષનો સમયગાળો છે.

જવાબ: રવિભાઇને સલાહ છે કે મની બેક પોલિસીનાં પ્રિમિયમ વધુ હોય છે,વળતર ખૂબ જ ઓછા મળે છે. રૂપિયા 6000ની માસિક એસઆઈપીથી તમારા ધ્યેય સુધી પહોચી શકાશે. રૂપિયા 3000ની એસઆઈપી લાર્જ કેપમાં કરી શકાય.

સવાલ: એનપીએસમાં મારુ રોકાણ કરેલુ છે તેમા ડેટ ફંડ માર્કેટ ફંડ તે અલગ અલગ પ્રકારના હોય છે. પરંતુ દરેક ઑપ્શન એની ડે હોય છે તો મારૂ એવુ કહેવુ છે કે કોઈપણ પ્રકારના ફંડમાં રોકાણ કરુ તો એવુ શક્ય છે કે તેમાં હુ પૈસા વધવાની જગ્યાએ ઘટી જાય?

જવાબ: યોગેશભાઇને સલાહ છે કે એનપીએસમાં 50% નાણાં ઇક્વિટીમાં હોય છે, અને 50% ડેટમાં રોકાય છે.