બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વિવિધ તબક્કામાં કેવી રીતે કરવું આયોજન

ના રોજ પ્રકાશિત Thu, 16, 2017 પર 07:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણે સમજણા થાય ત્યારથી આપણા પર વિવિધ જવાબદારીઓ આવતી હોય છે. અને તેમા મોટી જવાબદારી હોય તો તે છે નાણાંની. દરેક વસ્તુના આયોજન સાથે નાણાંનું આયોજન પણ ખુબ જરૂરી છે. મની મેનેજરમાં આજે વિવિધ તબક્કામાં નાણાંના આયોજન વિશે ક્યારે કેવી રીતે કરવું આયોજન અને શું ધ્યાનમાં રાખવું.

વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે. લોકો પરસ્પર પોતાના પ્રેમને વ્યક્ત કરી રહ્યાં છે.. ત્યારે આ પ્રેમને ટકાવી રાખવા માટે અને તેને સતત આગળ વધારવા માટે જરૂરી છે તેને યોગ્ય રીતે આયોજનમાં ઉતારવો. ત્યારે જીવનના વિવિધ તબક્કામાં તમે એકબીજાને કેવી રીતે મદદરૂપ બની યોગ્ય આયોજન કરી શકો તેના વિશે વાત કરવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

જીવનમાં તબક્કા પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. ખર્ચ કરવામાં દેખાદેખી કે ખેંચતાણ ન કરવી તેની તકેદારી રાખવી જોઈએ. ખર્ચ કરતા સમયે સંયમ રાખવો ખુબ જરૂરી છે. પરસ્પર એકબીજાને આર્થિક પરિસ્થીતીની જાણકારી આપવી જોઈએ. સગાઈ નક્કી થાય ત્યારે પરસ્પર આંકડાઓ જાહેર કરી શકાય.


નાણાંકિય સંબંધોમાં પણ પારદર્શકતા અને પરિપક્વતા ખુબ જરૂરી છે. નાણાંકિય સ્વતંત્રતા આજે ખુબ સામાન્ય છે. પતિ-પત્નીએ નાણાંકિય ઈમારત સાથે મળી બનાવવી જોઈએ. આર્થિક રીતે જોડાણ હોય તો અહમ વચ્ચે નથી આવતો. બે લોકોના લગ્ન પહેલા એક-બીજાને પરિવારના નાણાંકિય આયોજનની જાણ કરવી.


એકબીજાને નાણાંકિય આયોજન તેમજ નાણાંની જાણકારી હોવી જોઈએ. લગ્ન બાદ દરેક મિલકત તેમજ ખાતામાં એકબીજાનું નામ જોડવું. નાણાંકિય ધ્યેય નક્કી કરવા જોઈએ. સંયુક્ત કુટુંબ હોય પતિ-પત્નીએ ભવિષ્યને ધ્યાનમાં રાખી આયોજન કરવું. મિલકતને છૂટી કરવામાં આવે તો પરિવારનું જોડાણ ટકે છે. નિવૃત્તીનું આયોજન પણ શરૂઆતથી કરવું જોઈએ.