બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દિવાળીની શોપિંગ કઇ રીતે કરવી?

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 15:19  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાંનું સર્વશ્રેષ્ઠ આયોજન કરાવતો શો એટલે મની મેનેજર. આ શો તમને પ્રસંગ પ્રમાણે તમારા નાણાંકિય આયોજનને ઉપયોગી એવી તમામ માહિતી પહોચડવાનાં પ્રયાસ કરે છે અને આજે પણ આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છુ હુ આજના મની મેનેજર શો સાથે.


મની મેનેજરમાં આજે દિવાળીની શોપિંગ કઇ રીતે કરવી? ઓનલાઇન શોપિંગ કરવી કે નહી? અને શોપિંગ વખતે શું ધ્યાને રાખવું?

મિત્રો હવે દિવાળીને ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે દિવાળીની શોપિંગ એ હાલમાં સૌના ટુ ડુ લિસ્ટમાં હોય તે સ્વાભાવિક છે. તો આ દિવાળીનું શોપિંગનાં ભરપુર આનંદ સાથે કઇ રીતે કરી શકાય  જાળવી શકાય આપણું નાણાંકિય આયોજન આ અંગે આજે આપણે વાત કરીશું. અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. સાથે જ જોડાશે અમારા સહયોગી અને ટેકગુરૂનાં એન્કર ચાંદની શુક્લા.

તહેવારનાં સમયે શોપિંગ કરવું પરંતુ બજેટનું ધ્યાન રાખવું. તહેવાર સમયે બચત ક્યા શક્ય છે એ પણ જોતા રહેવું. શોપિંગ એ રીતે ન થવુ જોઇએ કે નાણાંકિય આયોજન ખોરાવાય જાય. સમય પ્રમાણે ખરીદીની વસ્તુઓ બદલાય છે, પરંતુ ખરીદીતો થાય છે. હાલમાં ઓનલાઇન શોપિંગ વધી રહી છે.


ઓનલાઇન શોપિંગ માટે ઘણી ઓફરો આવી રહી છે. ઘણી બ્રાન્ડ ઓનલોઇન શોપિંગ પર ઓફર આપી રહી છે. જ્યારે તમારી ચોઇસ ફિક્સ હોયતો ઓનલાઇન શોપિંગ થઇ શકે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની ડિટેલ સાચવી રાખવી. ઈએમઆઈ પર શોપિંગ કરવાનું ટાળવું જોઇએ. ખરીદીનું બજેટ બનાવી લેવુ ખૂબ જ જરૂરી છે.


શોપિંગ માટે બનાવેલા બજેટથી બહાર ન જવા મક્કમ રહેવું જરૂરી. તમારા કાર્ડ, પિન નંબર વગેરે માહિતી કોઇને આપવા નહી. તમારો કાર્ડ તમારી સામે જ સ્વાઇપ થાય તે જરૂરી. ઓન લાઇન સાઇટ પર તમારા પાસવર્ડ સેવ ન કરવા જોઇએ.